શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2023 (16:54 IST)

Bihar માં 2 દિવસથી ખોવાયેલો 11 વર્ષનો બાળક પુલના પિલર નીચે ફંસાયેલો મળ્યો, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, વાંસથી અપાય રહ્યુ છે ભોજન અને પાઈપથી ઓક્સીજન

An 11-year-old boy who had been missing for 2 days was found trapped under a bridge pillar in Bihar
bihar news
બિહારના પુલ આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી થયો હતો. હવે રોહતાસમાં સોન નદી પર બનેલા પુલના પિલરમાં એક બાળક ફસાઈ જવાના સમાચાર છે. લગભગ 24 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી બાળકને બહાર કાઢવામાં સફળતા મળી નથી.
 
આ પુલ નસરીગંજ દાઉદનગરમાં છે. બાળકની ઓળખ ખીરીયાવ ગામના રંજન કુમાર તરીકે થઈ છે. તે પુલના પીલર નંબર 1 અને સ્લેબ વચ્ચે ઊંડે સુધી ફસાઈ ગયો છે. એક મહિલાએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ પછી, બુધવારે (7 જૂન, 2022) બપોરે, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બાળકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા.

એક રિપોર્ટ મુજબ આ બાળક બે દિવસથી મળતો નહોતો.  તેના પિતા શત્રુઘ્ન પ્રસાદે કહ્યું કે બાળક માનસિક રીતે અસ્વસ્થ છે. બુધવારે બપોરે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાંસ દ્વારા બાળકને ખોરાક અને પાઈપ દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 35 ઓક્સિજન સિલિન્ડર ખલાસ થઈ ગયા છે. ઘટનાસ્થળેથી આવી રહેલા વીડિયોમાં સ્થળ પર ભારે ભીડ જોઈ શકાય છે.  બાળકને બહાર કાઢવા માટે ગુરુવારે બપોરે થાંભલામાં ત્રણ ફૂટ પહોળો કાણું પાડવામાં આવ્યું છે. થાંભલાને આઠથી દસ ફૂટ કાપવામાં આવી રહ્યા છે. બચાવ ટીમે જણાવ્યું હતું કે બાળક સ્વસ્થ છે અને પ્રતિક્રિયા આપી રહ્યું છે.