1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2024 (18:33 IST)

પતિના આંખની સર્જરી પછી સિદ્ધિવિનાયક મંદિર પહોચી પરિણિતી ચોપડા, પત્નીને ભીડમાંથી બચાવતા જોવા મળ્યા રાઘવ ચડ્ઢા

અભિનેત્રી પરિણીતિ ચોપડા અને તેમના પતિ રાઘવ ચડ્ઢા એ તેમની આંખની સર્જરી પછી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા. હાલમાં જ રાઘવ ચડ્ઢાની લંડનમાં આંખની સર્જરી કરવામાં આવી. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વારે પહેલા કહ્યુ હતુ કે રાઘવ ચઢ્ઢાને શુક્રવારેની સવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળ્યુ. બંને રાઘવની આંખની સર્જરી પછી દિવ્ય આશીર્વાદ લેવા પહોચ્યા. પરિણિતી અને રાઘવ બંને મેચિંગ સફેદ કપડામાં શાનદાર લાગી રહ્યા હતા. આ કપલે ખુશીથી પપારાજીની સામે પોઝ આપ્યો. 
 
આંખની સર્જરી પછી મંદિર પહોચ્યા રાઘવ ચડ્ઢા-પરિણિતી ચોપરા 
તાજેતરમાં રાજ શમાની સાથે વાતચીત દરમિયાન પરિણિતી ચોપડાએ યૂકે માં બ્રિટિશ કાઉંસિલના એક એવોર્ડ શો માં રાઘવ સાથે પહેલીવાર મુલાકાત વિશે જણાવ્યુ. આ એવોર્ડ શો જુદા જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધિ મેળવનારી હસ્તિઓને સમ્માનિત કરવા માટે આયોજીત કરવામાં આવી હતી. જ્યા તેમને એંટરટેનમેંટના ક્ષેત્રમાં અને તેમના પતિને રાજનીતિમાં સન્માનિત કરવામાં આવ્યા. 
 
કયારે અને કેવી રીતે મળ્યા રાઘવ અને પરિણિતિ 
અભિનેત્રીએ એ વાતચીતમાં બતાવ્યુ કે તે બીજા દિવસે રાઘવને બ્રેકફાસ્ટ પર મળવા ગઈ, જ્યારે કે તેને રાઘવ વિશે કશુ જ ખબર નહોતી. જ્યારે તેને ગૂગલ પર જોયુ તો તેને રાઘવના કામ વિશે જાણ થઈ.  તેણે આગળ પોતાની ડેટિંગ ફેઝ વિશે વાત કરતા કહ્યુ, અમે એકબીજા સાથે વાત કરવી શરૂ કરી દીધી અને અમને અઠવાડિયામાં જ નહી પણ થોડા જ દિવસમાં એહસાસ થયો કે અમે ફક્ત લગ્ન કરવા વિશે વાત કરતા હતા. 
 
પરિણીતી ચોપરાની ફિલ્મો
આ દરમિયાન વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો પરિણીતી ચોપરા તાજેતરમાં દિલજીત દોસાંઝ સાથે ઇમ્તિયાઝ અલીની 'અમર સિંહ ચમકીલા'માં જોવા મળી હતી. દિલજીત અને પરિણીતી બંનેએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. પરિણીતી પાસે વિશાળ ફિલ્મોગ્રાફી છે, જેમાં 'કોડ નેમઃ તિરંગા', 'ધ ગર્લ ઓન ધ ટ્રેન', 'સંદીપ ઔર પિંકી ફરાર', 'હસી તો ફસી', 'કેસરી', 'શુદ્ધ દેશી રોમાન્સ', 'ઈશકઝાદે'નો સમાવેશ થાય છે. 'ઊંચાઈ', 'મિશન રાણીગંજ' જેવી ઘણી ફિલ્મો છે.