સોમવાર, 11 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (10:47 IST)

Parineeti -Raghav- પરિણીતી-રાઘવ આજે બંધાશે લગ્નના બંધન

પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ડા  બંધાશે લગ્નના બંધન. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના શાહી લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો ઉદયપુર 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. 
 
 તમામ મહેમાનો રાજસ્થાનના ઉદયપુર સ્થિત 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. આજે બપોરે 1 વાગ્યે રાઘવ ચઢ્ઢાની સહેરા સેરેમની  થશે અને તેઓ 'લેક પેલેસ'થી બારાત સાથે બપોરે 2 વાગે લીલા પેલેસ પહોંચશે. 

આ સ્ટાર કપલના ભવ્ય પંજાબી લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થવા જઈ રહ્યા છે. તેમાં ભાગ લેવા માટે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના મિત્રો અને નજીકના લોકો પણ ઉદયપુર પહોંચવા લાગ્યા છે. જો કે, હવે સમાચાર આવ્યા છે કે પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા આ લગ્નમાં હાજરી આપવાના નથી.