ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 25 મે 2024 (17:38 IST)

નતાશા સાથે ડાયવોર્સ થયા તો કંગાળ થઈ જશે હાર્દિક, આપવો પડી શકે છે પ્રોપર્ટીનો આટલો ભાગ

hardik pandya
hardik pandya
.  કહેવત છે કે આગ વગર ધુમાડો નીકળતો નથી.. આવુ જ કંઈ હાલ ભારતીય ક્રિકેટર હાર્દિક પડ્યાને લઈને ચાલી રહ્યુ છે. હાર્દિક પડ્યા અને તેમની સર્બિયાઈ પત્ની નતાશા સ્ટેનકોવિચના સંબંધોમાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ એવી અફવા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે બંને જુદા થઈ શકે છે. 
 
કેટલીક વાતોએ આ અફવાઓને હવા આપી છે. પહેલી વાત એ કે નતાશાએ પોતાના ઈસ્ટાગ્રામ બાયોથી પાંડ્યા સરનેમ હટાવી લીધી. બીજી વાત એ કે નતાશા પહેલા દરેક મેચમાં હાર્દિકને ચિયર કરવા સ્ટેડિયમમાં આવતી હતી. પણ તાજેતરમાં જ તે જોવા મળી નહી. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર હાર્દિક અને નતાશાને લઈને આ અનુમાન લગાવાય રહ્યુ કે બંને એક બીજાથી જુદા થઈ ચુક્યા છે. 
 
વર્ષ 2020માં હાર્દિકે કર્યા હતા લગ્ન 
હાર્દિક અને નતાશાએ મે 2020 માં લગ્ન કર્યા હતા અને જુલાઈ 2020માં તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. 2023માં તેમણે ફરીથી ઉદયપુરમાં હિન્દુ અને ઈસાઈ રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા. હાર્દિક પડ્યાના બીજીવારના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 
 
અમદાવાદ મિરરની રિપોર્ટ મુજબ આ અફવા પણ છે કે છુટાછેડા મામલે હાર્દિકને પોતાની સંપત્તિના 70 ટકા નતાશાને આપવા પડી શકે છે.  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકના મુંબઈ ઈન્ડિયન્સમાં રહેવાનું કારણ એ હતું કે તેને છૂટાછેડા માટે પૈસા એકઠા કરવાની જરૂર હતી. જો કે આમાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ કરી શકાતી નથી.
 
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સંકેત મળી રહ્યા છે
 
તાજેતરમાં જ નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફ લવ વિશે પોસ્ટ કર્યું છે. આ સિવાય હાર્દિક પંડ્યાએ 4 માર્ચે નતાશાના જન્મદિવસ પર પણ કંઈ લખ્યું નથી. આ માત્ર અફવા છે કે સત્ય, તે તો સમય જ કહેશે. આશા છે કે બંને કોઈક રીતે આ મામલો ઉકેલી લેશે અને ફરી સાથે સુખી જીવન જીવશે.