ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 3 મે 2024 (07:14 IST)

Josh Baker Passed Away: 20 વર્ષની ઉંમરે યુવા ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ યુવા ખેલાડી લેફ્ટ આર્મ સ્પિન બોલર હતો.

Josh Baker
Josh Baker
Josh Baker Passed Away: ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. 20 વર્ષની ઉંમરે યુવા ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખેલાડીએ મોતના એક દિવસ પહેલા સુધી ક્રિકેટના મેદાનમાં પોતાની ચમક ફેલાવી હતી. આ ખેલાડીના નિધનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. આ ખેલાડીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ખેલાડીએ મૃત્યુના એક દિવસ પહેલા રમતા 3 વિકેટ ઝડપી હતી.
 
આ યુવા ખેલાડીએ દુનિયાને કહ્યું અલવિદા  
ઇંગ્લેન્ડના યુવા ક્રિકેટર જોસ બેકરનું અવસાન થયું છે. એક દિવસ પહેલા મેદાન પર વિકેટ લેનાર ક્રિકેટર 20 વર્ષીય જોસ બેકરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જોસ બેકર વર્સેસ્ટરશાયર ટીમ માટે રમ્યો હતો. તે સ્પિન બોલર હતો. આ ડાબોડી સ્પિનરે વર્ષ 2021માં માત્ર 17 વર્ષની ઉંમરે તેનો પ્રથમ કરાર કર્યો હતો.
 
વોરસેસ્ટરશાયર ચીફે દુઃખ વ્યક્ત કર્યું
વોરસેસ્ટરશાયરએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જોસ બેકરના મૃત્યુનાં સમાચાર આપ્યા.  વોરસેસ્ટરશાયરના ચીફ એક્ઝિક્યુટિવ એશ્લે ગિલ્સે કહ્યું: “તેના મૃત્યુથી અમે બધા સ્તબ્ધ છીએ. એશ્લે ગિલ્સે કહ્યું કે અમારા માટે તે એક ખેલાડી કરતા વધારે હતો. તે અમારા ક્રિકેટ પરિવારનો મહત્વનો સભ્ય હતો. અમે તેને ખૂબ જ યાદ કરીશું. ગિલ્સે વધુમાં કહ્યું કે અમારી ઊંડી સંવેદના જોસના પરિવાર અને તેના મિત્રો સાથે છે.
 
જોસ બેકરનુ કરિયર 
જોસ બેકરે તેનાં ટૂંકા કરિયરમાં 22 ફર્સ્ટ ક્લાસ મેચ અને 25 સફેદ બોલની મેચ રમી હતી. તે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમનો પણ ભાગ હતો. જોસ બેકરે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 43 વિકેટ લીધી હતી અને 411 રન પણ બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદી સામેલ હતી. આ સાથે જ તેણે લિસ્ટ A ક્રિકેટમાં 24 વિકેટ ઝડપી હતી. તે 8 ટી20 મેચમાં 3 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.