સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (14:12 IST)

ODI World cup 2023 - આજે કરો યા મરોની મેચ, આજે જે ટીમ હારશે એ સેમીફાઈનલની રેસમાથી થશે બહાર

England vs Sri Lanka
England vs Sri Lanka

ODI World Cup 2023: વનડે વર્લ્ડ કપમાં આજે કોઈ એક ટીમનુ સપનુ તૂટી જશે. ટૂર્નામેંટનો 25મો મુકાબલો બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યા ઈગ્લેંડ અને શ્રીલંકાની ટીમનો આમનો સામનો થશે. બંને ટીમો માટે આ મેચ કરો કે મરો ની છે. જ્યા હારનારી ટીની યાત્રા વનડે વર્લ્ડકપમાં ખતમ થઈ જશે અને તે ગમે તેમ કરીને પણ વર્લ્ડકપ સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન નહી બનાવી શકે.  એક બાજુ જ્યા ગત ચેમ્પિયન ટીમ ઈગ્લેંડને ફોર્મની શોધ છે. તેણે પોતાના અગાઉના બે મુકાબલામા કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા અફગાનિસ્તાન અને પછી સાઉથ આફ્રિકાને તેમણે હરાવ્યુ હતુ. બીજીબાજુ શ્રીલંકા વિશે વાત કરીએ તો તેને પોતાના પહેલી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પણ તેણે પોતાની ચોથી મેચમાં નીધરલેંડને હરાવ્યુ.