બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (14:13 IST)

ODI World Cup 2023 Points Table : ટીમ ઈંડિયા ટૉપ પર, પણ આ છે ટેંશનની વાત

ODI World Cup 2023 Points Table : આઈસીસી વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં ફરી નંબર વન પર કબજો જમાવ્યો છે. અત્યાર સુધી ન્યુઝીલેન્ડ ટોપ પર હતું. મતલબ કે મેચ નંબર વન અને નંબર ટુ વચ્ચે થઈ હતી, જેમાં ભારતીય ટીમનો વિજય થયો છે. ભારતીય ટીમે અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી પાંચમાં જીત મેળવી છે અને આ વાત  ચોક્કસ છે કે સેમીફાઈનલ સુધીનો રસ્તો ક્લિયર થઈ જશે તેવી પૂરી સંભાવના છે. પરંતુ હવે સવાલ એ છે કે જો ટીમ ઈન્ડિયા નંબર વન પર ચાલી રહી છે તો ટેન્શન શેનું છે. તો ચાલો આ વિશે ડિટેલ્સમાં જાણીએ 
 
ટીમ ઈંડિયાનુ નેટ રન રેટ ન્યુઝીલેંડથી ઓછુ 

 
વનડે ODI વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ પાંચમાંથી પાંચ મેચ જીતીને નંબર વન પર પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ પાંચમાંથી ચાર મેચ જીતીને બીજા સ્થાને છે. પરંતુ ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા ઓછો છે. ભારતીય ટીમનો નેટ રન રેટ હાલમાં +1.353 છે, જ્યારે ન્યુઝીલેન્ડની વાત કરીએ તો તેનો નેટ રન રેટ +1.481 છે. ભારતના દસ પોઈન્ટ અને ન્યુઝીલેન્ડના આઠ પોઈન્ટ છે. આ જ કારણ છે કે ભારતીય ટીમ નંબર વન અને ન્યુઝીલેંડ નંબર બે પર છે.  ત્યારબાદ સાઉથ આફ્રિકા છે. જેને ચારમાંથી 3 મેચ જીત્યા છે, અને એક માં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા નંબર ચાર પર છે અને તેની ચારમાંથી બે જીત અને બે હાર છે.  
 
બે ટીમોના સમાન અંક હોવાથી ફંસાઈ જશે નેટ રન રેટનો મામલો 
 
હવે પરેશાનીની વાત એ છે કે પહેલા તો ભારતીય ટીમનો નેટ રન રેટ ન્યુઝીલેંડથી ઓછો છે. બધા જાણે છે કે જ્યારે લીગ ચરણનુ સમાપન થશે ત્યારે જે ચાર ટીમો ટૉપ પર રહેશે એ સેમીફાઈનલમાં જશે અને બાકી 6 ટીમોનો આ વિશ્વકપ સમાપ્ત થઈ જશે.  ત્યારબાદ નંબર એક ટીમનો મુકાબલો ચાર સાથે થશે. બીજી બાજુ નંબર બે ની ટીમ ની મેચ ત્રણ નંબરની ટીમ સાથે થશે.  જો બે ટીમોના પોઈન્ટ સમાન રહેશે તો નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે કે કઈ ટીમ આગળ છે અને કઈ પાછળ છે. આવી સ્થિતિમાં, દરેક ટીમ નંબર વન પર સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, જેથી તેને ચોથા ક્રમની ટીમ સાથે સ્પર્ધા કરવી પડે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે જરૂરી છે કે તે માત્ર પોઈન્ટ જ નહીં વધારશે પરંતુ નેટ રન રેટ પર પણ નજર રાખે, જેથી આગળ જતા કોઈ મુશ્કેલી ન આવે.