બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: મંગળવાર, 24 ઑક્ટોબર 2023 (07:29 IST)

PAK vs AFG: અફગાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ રાશિદ ખાને ડ્રેસિંગ રૂમમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ સેલિબ્રેશનનો વીડિયો

અફઘાનિસ્તાનની ટીમે ચેન્નાઈના મેદાન પર વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવી.  આ જીત અફઘાનિસ્તાન માટે અનેક રીતે મહત્વની છે કારણ કે તે પાકિસ્તાનને 50 ઓવરના ફોર્મેટમાં મેચમાં હરાવવામાં સફળ રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમના તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ મેચમાં જીત બાદ જ્યારે અફઘાનિસ્તાનની ટીમે આખા સ્ટેડિયમની આસપાસ ફરીને ત્યાં હાજર તમામ દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું, ત્યારબાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં પણ જીતનો જશ્ન જોવા મળ્યો.
 
રાશિદે ટેબલ પર ઉભા રહીને કર્યો ડાન્સ 

 
પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર જીત બાદ અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ પણ ડ્રેસિંગ રૂમમાં જશ્ન મનાવતા જોવા મળ્યા હતા. જેમાં ટીમનો સૌથી સિનિયર ખેલાડી અને શાનદાર સ્પિનર ​​રાશિદ ખાન ટેબલ પર ચઢી ગયો હતો અને અન્ય ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત વીડિયોમાં અન્ય તમામ ખેલાડીઓ પણ ડાન્સ કરતા અને ગાતા જોવા મળ્યા હતા. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમ માટે મેન્ટરની ભૂમિકા ભજવી રહેલા ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અજય જાડેજા પણ આ ખુશીના અવસર પર ટીમના બાકીના ખેલાડીઓ સાથે નાચતા અને ગાતા જોવા મળ્યા હતા.
 
અફઘાન ટીમની જીતમાં ગુરબાઝ અને ઝદરાને મહત્વની ભૂમિકા ભજવી 
 
વર્લ્ડ કપની આ મેચમાં અફઘાનિસ્તાન ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 50 ઓવરમાં 282 રનના સ્કોર સુધી રોકી દીધું હતું, પરંતુ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમને ઇબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝની જોડી તરફથી શાનદાર શરૂઆતની જરૂર હતી. આ ઓપનિંગ જોડીએ શરૂઆતથી જ પાકિસ્તાની બોલરો પર દબાણ બનાવી રાખ્યું હતું અને પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. બંને ખેલાડીઓએ હરિસ રઉફની બોલિંગમાં વધુ આક્રમક અભિગમ અપનાવ્યો હતો જેના કારણે પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર જોવા મળી હતી. આ મેચમાં શાનદાર જીત બાદ અફઘાન ટીમ હવે વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જેમાં તેનો નેટ રન રેટ -0.969 છે