સંબંધિત સમાચાર
- લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 - આચારસંહિતાનો કડક અમલઃ ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સે ગુજરાતમાં 5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરી
- રૂપાલા પર ક્ષત્રિય સમાજનો રોષ યથાવત્, દહેગામમાં આવેદનપત્ર આપ્યું
- ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા, ચારેય કોંગ્રેસીને ટીકિટ આપી
- ભાજપે સાબરકાંઠા અને વડોદરાથી ઉમેદવાર બદલ્યા, જાણો અન્ય ચાર બેઠકો પર કોને ટીકિટ મળી
- Lok Sabha Election 2024: બસપાએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સહારનપુરથી માજિદ અલીને ટિકિટ
વલસાડમાં ધવલ પટેલને હટાવવા લેટર બોમ્બ, ઉમેદવાર બદલવા પત્ર લખાયા
dhaval patel
લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને વલસાડ જિલ્લા સહિત દેશભરમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણીનો જંગ છેડાઈ રહ્યો છે. વલસાડની લોકસભા બેઠક ખૂબ જ મહત્ત્વની બેઠક છે. આ બેઠક જીતે તેની સરકાર બને છે. જેને લઈને આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ એડીથી ચોટીનું જોર લગાવી રહી છે.
dhaval patel
જોકે, છેલ્લા 10 દિવસથી આ બેઠકના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે, ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ધવલ પટેલને હટાવીને નવા ઉમેદવારને ટિકિટ આપવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી સીઆર પાટીલથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યા છે. આ બાબતે ભાજપ આ પત્રો પાછળ વિપક્ષની ચાલ કહે છે તો કોંગ્રેસે આ પત્ર પાછળ અમારો કોઈ હાથ નથી તેવી સ્પષ્ટતા કરી છે.વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ધવલ પટેલને ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા ભાજપના કાર્યકારોમાં ભારે નારાજગી હોવાની અને ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હોવાની પત્રિકા સોશિયલ મીડિયામાં પત્રિકા વાઇરલ થઈ હતી. ત્યારે BJPના ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ BJPના કાર્યકારોમાં ભારે નારાજગી હોવા અંગેની અલગ અલગ 3 પત્રિકાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે.
