રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: રવિવાર, 24 માર્ચ 2024 (16:07 IST)

Lok Sabha Election 2024: બસપાએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સહારનપુરથી માજિદ અલીને ટિકિટ

Mayawati
Lok Sabha Election 2024:બહુજન સમાજ પાર્ટી (BSP) એ આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની 16 બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. બસપાની પ્રથમ યાદી અનુસાર સહારનપુરથી માજિદ અલી અને કૈરાનાથી શ્રીપાલ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
 
આ ઉપરાંત મુઝફ્ફરનગરથી દારા સિંહ પ્રજાપતિ, બિજનૌરથી વિજેન્દ્ર સિંહ, નગીના (અનામત) બેઠક પરથી સુરેન્દ્ર પાલ સિંહ, મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન સૈફી, રામપુરથી જીશાન ખાન, સંભલથી સૌલત અલી, અમરોહાથી મુજાહિદ હુસૈન, મેરઠથી દેવવ્રિત ત્યાગી પ્રવીણ બંસલને બસપાની ટિકિટ આપવામાં આવી છે.