રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: બુધવાર, 20 માર્ચ 2024 (15:20 IST)

લોકસભા ચૂંટણીની વિધિવત શરૂઆત, પહેલા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન જાહેર

ELECTION
loksabha election 2024- ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની શરૂઆત કરતા પહેલા તબક્કાના મતદાન માટે નોમિનેશનની તારીખો અને મતદાનના સમયને લઇને જાણકારી બહાર પાડી છે.
 
પહેલા તબક્કામાં કુલ 102 ક્ષેત્રોમાં મતદાન થવાનું છે જેના માટે નોમિનેશનની તારીખો અને અલગ-અલગ મતદારક્ષેત્રોમાં મતદાનના સમયની જાહેરાત કરતું ગેઝેટ નોટિફિકેશન જાહેર થયું છે.
 
બિહાર માટે નોમિનેશનની તારીખો અને અલગ-અલગ મતદારક્ષેત્રોમાં મતદાનના સમયની જાહેરાત કરતું ગેઝેટ નોટિફિકેશન જાહેર થયું છે.
 
બિહાર માટે નોમિનેશનની છેલ્લી તારીખ 28 માર્ચ છે. 2 એપ્રિલ સુધી નામાંકન પરત ખેંચી શકાશે.
 
જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને 
 
નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં નોમિનેશન માટેની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 છે. 30 માર્ચ સુધી નામાંકન ફોર્મ પરત ખેંચી શકાશે.
 
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. તમામ બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે.
 
 
મણિપુર, મેઘાલય અને નાગાલૅન્ડ જેવા રાજ્યોમાં મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યાનો રહેશે. જ્યારે બાકીના મોટાભાગના રાજ્યોમાં સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.