ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 26 માર્ચ 2024 (13:10 IST)

ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા, ચારેય કોંગ્રેસીને ટીકિટ આપી

- વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર
- કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા ચારેય ધારાસભ્યોને ટીકિટ આપવામાં આવી
- વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે જીતનાર ઉમેદવારને પણ ભાજપે ટીકિટ આપી
ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા ચારેય ધારાસભ્યોને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે જીતનાર ઉમેદવારને પણ ભાજપે ટીકિટ આપી છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા ચારેય ધારાસભ્યોને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે જીતનાર ઉમેદવારને પણ ભાજપે ટીકિટ આપી છે.ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે. વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.