Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વડોદરાના બાપોદમાં દારૂબંધીના ધજાગરા: એક્ટિવામાંથી 455 દારૂની બોટલ સાથે બે બુટલેગરો ઝડપાયા

Updated: મંગળવાર, 6 ઑક્ટોબર 2026 (14:11 IST)
liquor
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં તેને પડકારતી ઘટનાઓ સતત સામે આવી રહી છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ભરેલું એક્ટિવા ઝડપી પાડ્યું હતું. એક્ટિવાની તપાસ દરમિયાન તેમાંથી એક પછી એક કુલ 455 દારૂની બોટલો મળી આવતાં સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ALSO READ: ગુજરાત સરકારની નવી વાહન નીતિ જાહેર: સરકારી ખરીદી હવે સીધી GeM પોર્ટલથી થશે, ઇ-વાહનોને પ્રોત્સાહન

એક્ટિવામાં બનાવ્યા ચોરખાના: 'ટુ-વ્હીલર કે દારૂનું ગોડાઉન?'

બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા માટે એક્ટિવાના દરેક ખૂણે-ખૂણામાં એવી રીતે અનોખા ચોરખાના બનાવ્યા હતા કે વાહન જોઈને ‘આ ટુ-વ્હીલર છે કે દારૂનું ગોડાઉન?’ તેવો સવાલ ઊભો થયો હતો. સીટની નીચે અને વાહનની બોડીમાં છુપાવેલી દારૂની બોટલો બહાર નીકળતાં પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. તસ્કરોની આ અનોખી મોડસ ઓપરેન્ડી જોઈને બાપોદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
 

બાતમીના આધારે પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

બાપોદ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે બે એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે તુરંત વોચ ગોઠવીને વાહનો અટકાવવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરનાર અલ્કેશ અરવિંદભાઈ રાઠવા અને સુનિલ પ્રતાપભાઈ રાઠવાની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 91  હજારની કિંમતની ૪૫૫ બોટલ, બે મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1.41  લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ALSO READ: નાઈજીરિયામાં વાયુસેનાનુ પ્લેન ક્રેશ, 32 લોકોના થયા મોત, 3 દિવસનો રાષ્ટ્રીય શોક
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

Drishyam 3 Review: રોમાંચક છે વિજય સાલગાંવકરની અંતિમ લડાઈ, પરંતુ નવા પોલીસ અધિકારીના રોલમાં ફીકા પડ્યા જયદીપ અહલાવત

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

આગળનો લેખ
Show comments