1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Breaking News

ગુજરાત સરકારની નવી વાહન નીતિ જાહેર: સરકારી ખરીદી હવે સીધી GeM પોર્ટલથી થશે, ઇ-વાહનોને પ્રોત્સાહન

Government e-Marketplace
Government e-Marketplace
ગુજરાત સરકારની નવી વાહન નીતિ અનુસાર તમામ સરકારી વિભાગોને ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવાની ખાસ છૂટ આપવામાં આવી છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ઈંધણ બાબતે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલી પ્રાથમિકતા પેટ્રોલ વાહનોને આપવાની રહેશે. જો પેટ્રોલ વાહનનો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો જ ડીઝલ વાહનોની ખરીદી માટે મંજૂરી મળશે.

વાહનોની નવી કેટેગરી અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો

ફિલ્ડ ઇન્સ્પેક્શન અને ઓફ-રોડ ડ્યુટી માટે સરકારે વાહનોની એક નવી જ કેટેગરી ઉમેરી છે. આ સુધારા હેઠળ ફિલ્ડ ઈન્સપેક્શન અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ માટે થાર (Thar) જેવી મજબૂત ગાડીઓ ખરીદવાની મંજૂરી પણ આપી દેવાઈ છે. આ સિવાય પંચાયત પ્રમુખો માટે પણ મહત્વનો નિર્ણય લેતા, હવે તેમને DDO (જિલ્લા વિકાસ અધિકારી) કક્ષાના અધિકારી સમકક્ષ વાહનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
 

અધિકારીઓ અને પદાધિકારીઓ માટે વર્ગીકરણ

સરકારે વિવિધ સ્તરના હોદ્દેદારો માટે વાહનોની વાપરવાની ક્ષમતા અને પ્રકાર ચોક્કસ કેટેગરી મુજબ નક્કી કર્યા છે. આ વર્ગીકરણમાં વીવીઆઈપી (VVIP) અતિથિઓ, રાજ્યના મંત્રીઓ, કલેક્ટર અને ડીડીઓ સહિત જિલ્લા કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓનો સમાવેશ થાય છે, જેથી દરેક સ્તરે યોગ્ય વાહનની ફાળવણી થઈ શકે.

GeM પોર્ટલ દ્વારા સીધી ખરીદી પ્રક્રિયા

વાહનોની ખરીદી પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શી અને ઝડપી બનાવવા માટે કોઈ પણ પ્રકારની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાની રહેશે નહીં. સરકારી વિભાગોએ હવે બજાર કિંમતે કેન્દ્રીય સરકારી પોર્ટલ GeM (Government e-Marketplace) પરથી સીધા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) પાસેથી જ નિયત વાહનો ખરીદવાના રહેશે.
આગળનો લેખ
નંદીગ્રામ-રેજીનગર થી નવગામ સુધી પેટાચૂંટણીનો મહાસંગ્રામ, 5 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર વોટિંગ ચાલુ, જાણો ક્યારે આવશે પરિણામ