સંબંધિત સમાચાર
- Chinese Fried Rice - ચાઈનીઝ પુલાવ
- Miss World 2021 : પોલેંડની કરોલિના બિલાવસ્કાના માથે સજાયો મિસ વર્લ્ડ 2021 નો તાજ, ભારતની મનસા વારાણસીને ટોપ 6માં પણ ન મળ્યુ સ્થાન
- એક એવુ ગામ જ્યા હોલિકા દહન થતુ નથી, કારણ કે માન્યતા છે કે હોલિકા દહન થાય તો ગામમાં લાગે છે આગ
- રાજ્યના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે, માત્ર 20 જ છૂટયા,માછીમારોને મુક્ત કરવા કેન્દ્રમાં 18 વાર રજૂઆત
- ચાણક્ય નીતિ - આર્થિક કમજોરીનો ઈશારો આપે છે આ 4 સંકેત તમે પણ જાણી લો
હોળીની સ્પેશ્યલ રેસીપી - સેવૈયા
સામગ્રી : 1 પેકેટ ડમરું સેવૈયા અડધો કપ ઘી દોઢ કપ ખાંડ અઢી કપ પાણી, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર 2 ટેબલ સ્પૂન પિસ્તા સમારેલા 3 ટેબલ સ્પૂન કાજુના ટુકડા 3 ટેબલ સ્પૂન બદામના ટુકડા એક ક્રશ્ડ પાઈનેપલ કેસર સ્વાદાનુસાર
બનાવવાની રીત : સૌ પ્રથમ ડ્રાયફ્રુટ્સને થોડું ઘી ગરમ કરીને ફ્રાય કરીને એકબાજુ પર મૂકી દો. હવે એ જ પેનમાં ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં સેવૈયા સાંતળી લો. ગોલ્ડન રંગની થાય અને સરસ મજાની સુગંધ ફેલાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં અઢી કપ ઉકાળેલુ પાણી અને ખાંડ નાખીને મિક્સ કરો. ધીમા તાપે ચઢવા દો. એકથી બે મિનિટ બાદ તેમાં ક્રશ્ડ પાઈનેપલ ઉમેરો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં કેસર નાખીને બરાબર મિક્ષ કરીને પેનને ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
સેવૈઈમાંથી ઘી છૂટે ત્યાર બાદ ગેસ બંધ કરો. છેલ્લે તેમાં ઈલાયચી પાવડર અને રોસ્ટેડ ડ્રાયફ્રુટ્સ નાખીને બરાબર મિક્ષ કરી લો. થોડી મિનિટો માટે સેટ થવા દો. ગરમા-ગરમ સર્વ કરો.
