બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : ગુરુવાર, 17 માર્ચ 2022 (00:56 IST)

ચાણક્ય નીતિ - આર્થિક કમજોરીનો ઈશારો આપે છે આ 4 સંકેત તમે પણ જાણી લો

આચાર્ય ચાણક્યએ ગ્રંથ નીતિ શાસ્ત્રમાં એવુ વાતોનુ વર્ણન કરવામાં આવ્યુ છે જે જીવનને સરળ બનાવે છે. જીવન સાથે જોડાયેલ અનેક પહેલુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિને જીવનમાં એવા સંકેતો મળે છે, જેને તે નજર અંદાજ કરી દે છે. આવા સંકેતો તરફ ધ્યાન ન આપવાને કારણે ઘણી વખત ખોટનો સામનો કરવો પડે છે. આવો જાણીએ ચાણક્ય નીતિ અનુસાર કંઈ વાતો આર્થિક સ્થિતિના કમજોર થવા તરફ ઈશારો કરે છે.  
 
1. ઘરમાં ક્લેશ રહેવો - ચાણક્ય કહે છે જે જે ઘરમાં 24 કલાક વાદ-વિવાદ થતો રહે છે. એ ઘરની આર્થિક સ્થિતિ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. જે ઘરમાં પરિવારના સભ્ય પરસ્પર લડતા રહે છે ત્યા માં લક્ષ્મીનો વાસ રહેતો નથી. તેથી ઘરના બધા સભ્યોએ હળીમળીને રહેવુ જોઈએ. 
 
2. તુલસીનો છોડ સુકાય જવો - ચાણક્ય મુજબ, જે ઘરમાં તુલસીનો છોડ લાગ્યો હોય, ત્યા ધ્યાન રાખવુ જોઈએ કે તુલસીનો છોડ ક્યારેય સુકાય નહી. એવુ કહેવાય છે કે તુલસીનો છોડ સુકાવવો એ આર્થિક સ્થિતિને કમજોર થવાનો સંકેત આપે છે.  એ પણ દર્શાવે છે કે એ ઘરમાં સુખ સમૃદ્ધિમાં કમી થવાની છે. ચાણક્યનો છોડ હંમેશા હર્યો ભર્યો રહેવો જોઈએ. 
 
3. વારેઘડી કાંચનુ તૂટવુ - નીતિ શાસ્ત્ર મુજબ, કાંચનુ તૂટવુ  અશુભ માનવામાં આવે છે. આ દરિદ્રતાનુ કારક હોય છે. એવુ કહેવાય છે કે ઘરમાં તૂટેલો કાચ ન રાખવો જોઈએ. નહી તો ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. 
 
4. પૂજા પાઠનો અભાવ - ચાણક્ય કહે છે કે જે ઘરમાં પૂજા પાઠનો અભાવ હોય છે, ત્યા દરિદ્રતાનો વાસ રહે છે. આવા ઘરના સભ્યોમાં સ્નેહ ઓછો થાય છે.