રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : સોમવાર, 14 માર્ચ 2022 (10:01 IST)

ચાણક્ય નીતિ - તમારા જીવનમાંથી ખુશીઓ છીનવી શકે છે આ વસ્તુઓ, દરેક વ્યક્તિએ તેનાથી બચવુ જોઈએ

આચાર્ય ચાણક્ય એક કુશળ રાજનીતિ, અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ હતા. ચાણક્યએ પોતાની નીતિઓ દ્વારા એક સાધારણ બાળક ચંદ્રગુપ્તને મોર્ય વંશનો સમ્રાટ બનાવી દીધો હતો. એવુ કહેવાય છે કે નીતિ શાસ્ત્રમાં વર્ણિત નીતિઓને અપનાવીને વ્યક્તિ પોતાના જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યુ છે કે કંઈ વસ્તુથી દૂર રહેવાથી જીવનમાં ખુશીઓ આવે છે. તમે પણ જાણો શુ કહે છે આજની ચાણક્ય નીતિ - 
 
1. અહંકારથી રહો દૂર - ચાણક્ય કહે છે કે અહંકારી વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી નથી થઈ શકતો. આવા વ્યક્તિને ક્યારેય માન-સન્માન મળતું નથી અને તેના હાથમાં સફળતા પણ આવતી નથી.  વ્યક્તિએ હંમેશા મધુર વાણી બોલવી જોઈએ.  આવી વ્યક્તિનું દરેક સન્માન કરે છે. ઘમંડી વ્યક્તિ જીવનમાં એકલતા  રહી જાય છે.
 
2. અજ્ઞાનતાથી  રહો દૂર - ચાણક્ય મુજબ વ્યક્તિએ શિક્ષિત હોવુ  ખૂબ જ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિને સમાજમાં હંમેશાં માન મળે છે. એક શિક્ષિત વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓમાંથી ખુદને બહાર કાઢી લે છે. 
 
3. લાલચની ભાવનાથી રહો દૂર - ચાણક્ય કહે છે કે જો કોઈના મનમાં લાલચની ભાવના છે તો તેને માત્ર દુ:ખ જ મળે છે. લોભી વ્યક્તિની સફળતા વધુ સમય સુધી ટકતી નથી. આવા વ્યક્તિઓ ખરાબ કર્મો કરવા મજબૂર રહે છે. 
 
4. ઈર્ષાથી રહો દૂર - ચાણક્ય કહે છે કે ઈર્ષ્યા એક એવી ભાવના છે જે મનમાં આવે તો વ્યક્તિ ક્યારેય ખુશ રહી શકતો નથી. ઈર્ષ્યા રાખનારો વ્યક્તિ હંમેશાં બીજાની ખુશીની ઈર્ષ્યા કરે છે. જીવનમાં સફળતા મેળવવા માટે વ્યક્તિએ ઈર્ષ્યાથી દૂર રહેવું જોઈએ.