રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 માર્ચ 2022 (10:29 IST)

Chanakya Niti : વ્યક્તિના તકદીરમાં કેટલીક વાતો જન્મ પહેલા જ લખી દેવામાં આવે છે, તેને બદલી નથી શકાતી

કહેવાય છે કે માણસના જીવનમાંથી કર્મ ક્યારેય તેનો પીછો છોડતા નથી. તે  એ જ રીતે તેની પાછળ ચાલે છે, જેમ વાછરડું ગાયોના ટોળામાં પણ પોતાની માતાને શોધે છે અને તેની પાછળ પાછળ ચાલે છે, તેવી જ રીતે કર્મ પણ માણસની પાછળ પાછળ ચાલ્યા આવે છે. આચાર્ય ચાણક્ય પણ આ વાત માનતા હતા.
 
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે માનતા હતા કે વ્યક્તિના જન્મ પહેલા જ વ્યક્તિના જીવનની કેટલીક બાબતો નક્કી થઈ જાય છે. આ વસ્તુઓ બદલી શકાતી નથી. આવો જાણો એ વસ્તુઓ વિશે 
 
પહેલી વસ્તુ વ્યક્તિની ઉંમર છે જે તેના જન્મ પહેલા જ નક્કી કરવામાં આવે છે. વ્યક્તિ જેટલી ઉંમર મળી છે તેનાથી વધુ જીવી શકતો નથી. તેણે નિયત સમયે મરવાનું જ  હોય છે. સાથે જ  મૃત્યુ કેવી રીતે થવાનું છે, તે પણ અગાઉથી લખેલું હોય છે.
 
વ્યક્તિનું ભાગ્ય ભૂતકાળના કર્મોના આધારે નક્કી થાય છે. તેના ભાગ્યમાં જે લખાયેલું છે, તે એટલું જ મેળવી શકે છે. ભાગ્ય પ્રમાણે વ્યક્તિને સુખ અને દુ:ખ મળે છે.
 
તમને કેટલી વિદ્યા અને કેટલુ ધન મળશે એ બધું ભગવાને પહેલેથી જ નક્કી કરી દીધું છે. પરંતુ ભગવાને માણસને કાર્ય કરવાની શક્તિ આપી છે, જેથી તે પોતાનું નસીબ સુધારી શકે અને આવનાર જન્મને સારો બનાવી શકે.