મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : શનિવાર, 26 માર્ચ 2022 (00:43 IST)

ચાણક્ય નીતિ - આ 5 વાતોને કોઈની સાથે શેયર ન કરો, નહી તો તમે મુશ્કેલીઓમાં મુકાય જશો

આચાર્ય ચાણક્યએ જીવન સાથે સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ નીતિ શાસ્ત્રમાં કર્યો છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યુ છે કે વ્યક્તિને કંઈ વાતોને શેયર કરવાથી બચવુ જોઈએ. 
 
1. પતિ-પત્ની વચ્ચેના રહસ્યો - ચાણક્ય કહે છે કે પતિ-પત્ની વચ્ચેની વાતો કોઈ ત્રીજા વ્યક્તિને ન જણાવવી જોઈએ. ચાણક્ય કહે છે કે સુખી દામ્પત્ય જીવન માટે કોઈને પણ પોતાની વાત ન જણાવવી જોઈએ. 
 
2. તમારા અપમાનની વાત શેયર ન કરશો - આચાર્ય ચાણક્ય કહે છે કે અપમાનની વાત કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ. કારણ કે આમ કરવાથી તમારી ઈમેજ બગડી શકે છે. તમારા અપમાન વિશે વાત કરવાથી સમાજમાં પ્રતિષ્ઠા ઘટી શકે છે.
 
3. પૈસાની ખોટ વિશે વાત  - ચાણક્ય કહે છે કે જો કોઈ કારણસર તમને પૈસાનુ નુકશાન થયુ હોય તો તમારે આ વાત કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં, તમારે લોન લેવી પડી શકે છે, જેના કારણે લોકો તમારાથી દૂર રહેવાનુ શરૂ કરી શકે છે.
 
4  પોતાના દુ:ખ ન બતાવો - તમારી સમસ્યાઓ દરેક સાથે શેર કરવાનું ટાળો. ચાણક્ય કહે છે કે સામાન્ય રીતે લોકો મદદ કરવાને બદલે તમારી પીઠ પાછળ તમારી મજાક ઉડાવે છે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાની સમસ્યાઓ બતાવવાનું ટાળવું જોઈએ.
 
5. ધન સંપત્તિ વિશે - ચાણક્ય કહે છે કે વ્યક્તિએ પોતાની સંપત્તિ વિશે દરેકને કહેવાનું ટાળવું જોઈએ. કારણ કે આમ કરવાથી લોકો તમારી ઈર્ષ્યા કરી શકે છે.