રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 5 માર્ચ 2022 (01:13 IST)

Chanakya Niti : કોઈ વ્યક્તિને વશમાં કરવા માંગતા હોય તો આચાર્ય ચાણક્યની આ વાત રાખો યાદ

ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા 4 પ્રકારના લોકોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે જણાવ્યું છે. આચાર્ય કહે છે- 'लुब्धमर्थेन गृह्णीयात्स्तब्धमञ्जलिकर्मणा,मूर्खश्छन्दानुरोधेन यथार्थवाद न पण्डितम्''.
 
આ શ્લોક દ્વારા આચાર્ય કહે છે કે જો કોઈ વ્યક્તિની વૃત્તિ લાલચી હોય, તો તમે તેને પૈસા આપીને ખૂબ જ સરળતાથી વશમાં કરી શકો છો. 
 
જો કોઈ અભિમાની વ્યક્તિ છે, તો તે ફક્ત પોતાની પ્રશંસા સાંભળવા માંગે છે અને અન્યને અપમાનિત કરવા માંગે છે. તમે આવા વ્યક્તિના ગુણગાન કરીને અને તેને ખૂબ જ ઉચ્ચ કહીને આદર આપીને વશમાં કરી શકો છો.
 
મૂર્ખ વ્યક્તિને વશ કરવા માટે, તેના ખોટા વખાણ કરો, તેનાથી તે ખુશ થશે અને તમારો પ્રશંસક બનશે અને કંઈપણ કરવા તૈયાર થઈ જશે.
 
પંડિત એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિને વશમાં કરવા માટે, તમારે તમારે બુદ્ધિથી કામ લેવુ પડશે, કારણ કે તેને વશમાં  કરવું સરળ નથી. બુદ્ધિશાળી વ્યક્તિ ઘણું બધું જાણે છે અને સમજે છે. આવી સ્થિતિમાં, તમે તેની સામે ભાવનાત્મક અને અર્થપૂર્ણ વાતો કરીને જ તેને પ્રભાવિત કરી શકો છો.