શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2022 (10:55 IST)

રાજ્યના 519 માછીમારો પાકિસ્‍તાનની જેલમાં છે, માત્ર 20 જ છૂટયા,માછીમારોને મુક્ત કરવા કેન્દ્રમાં 18 વાર રજૂઆત

રાજ્યના 519 માછીમારો પાકિસ્‍તાનની જેલમાં છે, સને 2020માં 163 અને સને 2021માં 195 મળીને બે વર્ષમાં 358 માછીમારોને પાકિસ્‍તાન દ્વારા પકડવામાં આવેલ છે. રાજ્ય સરકારે વર્ષ 2020માં 7 વાર અને 2021માં 11 વાર રજૂઆતો મળી કુલ 18 વાર રજૂઆતો કરીને ભારત સરકારના ગૃહ મંત્રાલયને પુરી પાડી છે તેમ છતાં ગુજરાતના માછીમારોને વહેલી તકે છોડાવવા ભારત સરકાર દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવતી નથી એવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.


પાકિસ્‍તાન દ્વારા પકડાયેલ ગુજરાતી માછીમારોના કુટુંબના જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર દ્વારા દૈનિક માત્ર 300ની જ સહાય આપવામાં આવે છે. આવા માછીમાર કુટુંબો સંખ્‍યા સને 2020માં 184 અને સને 2021માં 323 છે. રાજ્યના 519 માછીમારો જેલમાં છે પણ સહાય 323 કુટુંબોને જ ચુકવવામાં આવે છે. પાકિસ્‍તાનની જેલમાં 519 માછીમારો છે, સને 2020માં 163 અને 2021માં 195 માછીમારોને પાકિસ્‍તાન દ્વારા પકડવામાં આવેલ છે, તે પૈકી બે વર્ષમાં રાજ્યના માત્ર 20 માછીમારોને પાકિસ્‍તાનની જેલમાંથી છોડાવવામાં આવ્‍યા છે.સરકારનું કહેવુ છેકે, પાકિસ્તાની જેલમાં માછીમારોને છોડાવવા માટે ગુજરાત સરકારે વર્ષ 2020માં સાત વાર અને વર્ષ 2021માં અગિયાર વાર એમ કુલ મળીને 18 વાર રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાંય વિપક્ષનો આરોપ છેકે, ગુજરાત સરકાર માછીમારોને વહેલી તકે છોડાવવા કેન્દ્ર સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મહત્વની વાત એછેકે, છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી માત્ર 20 માછીમારો જ મુક્ત કરાયા છે.