રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : બુધવાર, 16 માર્ચ 2022 (16:00 IST)

મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ આગામી 7 એપ્રિલે રીલિઝ થશે

Infinine Motions PLTD. નીરજ જોષી દ્વારા દિગ્દર્શિત તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યું છે, જેઓએ પહેલાથી જ 3 સફળ ગુજરાતી હિટ ફિલ્મો આપી છે અને હવે આ ગુજરાતી ફિલ્મ જે સાયન્સ ફિક્શન ફિલ્મ હશે જેમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે પૂજા ઝવેરી મુખ્ય કલાકરો તરીકે જોવા મળશે.

આ ફિલ્મમાં ભગીરથ વિશેની વાર્તા છે, જે મલ્હાર ઠાકર દ્વારા ભજવવામાં આવ્યું છે, જે પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએના યુવાન અનુસ્નાતક છે. સૌપ્રથમ સાયન્સ ફિક્શન લાઇટ-હાર્ટેડ કિડ્સ એડવેન્ચર ફિલ્મ, જે ગુજરાતી ભાષાના મહત્વ અને શિક્ષણમાં તેના ઉપયોગ વિશે વાત કરે છે, મલ્હાર ઠાકર એક શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે, જે માને છે કે વિશ્વ સાથે આગળ વધવાની સાથે આપણે આપણા મૂલ્યો અને આપણો વારસો જેમાં આપણી ભાષા અને આપણી સંસ્કૃતિનો સમાવેશ થાય છે તેને જાળવી રાખવા જોઈએ.



ભગીરથ હાલની કેટલીક છેલ્લી રહી ગયેલી ગુજરાતી માધ્યમની શાળાઓમાંથી એકમાં જોડાવવાનો પડકાર લે છે, વિશ્વને સાબિત કરવા માટે કે માતૃભાષા સાથે હંમેશા ટકી રહેવા માટે પડકારો આવતા હોય છે પરંતુ જો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન શિક્ષણ કૌશલ્યોનો ઉપયોગ કરો છો તો તમે મોટા ધ્યેયો હાંસલ કરી શકો છો જેનાથી આસપાસના વાતાવરણમાં બદલાવ લાવી શકાય છે.
 
આ ફિલ્મના દિગ્દર્શક નીરજ જોશી છે. ફિલ્મની સ્ટોરી પણ તેમણે જ લખી છે. ફિલ્મના પ્રોડ્યુસર પ્રણવ શાહ છે.જ્યારે સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે