સંબંધિત સમાચાર
- ટીમ ઈન્ડિયાની સિલેકશન કમિટીની થઈ પસદગી, આ દિગ્ગજ બન્યા ચીફ સિલેક્ટર
- વૃંદાવનમાં Virat Kohli અને Anushka Sharma એ આશ્રમમાં માથુ ટેક્યુ, પુત્રી વામિકા પણ હતી સાથે... જુઓ ક્યુટ વીડિયો
- ભારતની હાર બાદ આ ખેલાડી પર ફુટ્યો હાર્દિકનો ગુસ્સો, એક જ ઓવરમાં બગાડી નાખી ટીમ ઈંડિયાની ગેમ
- IND vs SL, 2nd T20I HIGHLIGHTS: રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય, શ્રીલંકાએ બીજી T20 મેચ 16 રને જીતી લીધી
- એશિયા કપમાં ફરી એક જ ગ્રુપમાં રમશે ભારત-પાકિસ્તાન, જય શાહના આ ટ્વીટે ફેંસની ધડકન વધારી
IND vs SL 3rd T20 : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રનથી હરાવ્યું, 2-1 થી સિરીઝ જીતી લીધી
IND vs SL 3rd T20 : ભારતે રાજકોટમાં રમાઈ રહેલ ત્રીજી ટી-20 મૅચમાં શ્રીલંકાને 91 રને હરાવીને સિરીઝ પર કબજો કરી લીધો છે. મૅચમાં સૂર્યકુમાર યાદવની અણનમ સદીના દમ પર ભારતે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટ પર 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 17 ઓવરમાં 137 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 51 બૉલે અણનમ 112, શુભમન ગિલે 46, રાહુલ ત્રિપાઠીએ 36 રન ફટકાર્યા હતા.
સૂર્યકુમારની બેજોડ ઇનિંગ
સૂર્યકુમાર યાદવે પોતાની સદીવાળી ઇનિંગમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. આ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં તેમની ત્રીજી સદી છે. ભારતના શુભમન ગિલ 46 રન અને રાહુલ ત્રિપાઠીએ 35 રન બનાવ્યા.
ભારતીય બૉલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, પાછલી મૅચમાં મોંઘા સાબિત થયેલ અર્શદીપ સિંહે માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ લીધી.હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુજવેન્દ્ર ચહેલે બબ્બે વિકેટ લીધી.
આ સાથે જ ભારતે ત્રણ મૅચોની સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો. ભારતે પ્રથમ મૅચ પણ જીતી હતી જ્યારે શ્રીલંકાએ બીજી મૅચમાં જીત હાંસલ કરી હતી. હવે 10 જાન્યુઆરીએ ત્રણ મૅચોની વનડે સિરીઝ રમાશે.
3RD T20I. WICKET! 16.1: Dasun Shanaka 23(17) ct Axar Patel b Arshdeep Singh, Sri Lanka 135/9 https://t.co/hTaQA8AHr4 #INDvSL @mastercardindia
— BCCI (@BCCI) January 7, 2023
3RD T20I. 15.5: Umran Malik to Kasun Rajitha 4 runs, Sri Lanka 135/8 https://t.co/hTaQA8AHr4 #INDvSL @mastercardindia
— BCCI (@BCCI) January 7, 2023
આ પહેલા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન ફટકાર્યા હતા. શ્રીલંકાને 229 રનનો ટાર્ગેટ મળ્યો છે. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112* રન ફટકાર્યા હતા. તેણે T20 કરિયરની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી. શુભમન ગિલે 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 9 બોલમાં 21* રન કરીને સારું ફિનિશિંગ કર્યું હતું. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 2 વિકેટ, જ્યારે કસુન રજીથા, વાનિન્દુ હસરંગા અને ચમિકા કરુણારત્નેને 1-1 વિકેટ મળી હતી
The incredible SKY of Indian Cricket.
— R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) January 7, 2023
Another extraordinary performance by @surya_14kumar#SuryakumarYadav #INDvsSL #RPSwing pic.twitter.com/qsa4MMukHu
