મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (17:31 IST)

વૃંદાવનમાં Virat Kohli અને Anushka Sharma એ આશ્રમમાં માથુ ટેક્યુ, પુત્રી વામિકા પણ હતી સાથે... જુઓ ક્યુટ વીડિયો

virat anushka
Virat Anushka In Vrindavan: ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી  (Virat Kohli) ભલે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલ ટી20 શ્રેણીમાંથી બહાર ચાલી રહ્યા હોય પણ છતા તેમની ચર્ચા ખતમ થતી નથી.  કોહલી જ્યા પણ જ્યા છે તેમના ફેંસ ત્યા પહોચી જાય છે.  સીરીજમાંથી આરામ લીધા બાદ વિરાટ હાલ પોતાના પરિવારને સમય આપી રહ્યા છે.  તેમણે પહેલા દુબઈમાં ઓતાની ત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)અને પુત્રી વામિકા સાથે ન્યૂ ઈયર ઉજવયો બીજી બાજુ ત્યારબાદ તે તાજેતરમાં જ વૃંદાવન પહોચ્યા અને પોતાના પરિવાર સાથે આશ્રમના દર્શન કર્યા. 
 
આશ્રમમા પુત્રી સાથે જોવા મળ્યા વિરાટ-અનુષ્કા 
 
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 4 જાન્યુઆરી 2022ના રોજ વૃંદાવનના એક આશ્રમની મુલાકાત લીધી હતી. કપલ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજને મળવા પહોંચ્યા. બંને સાથે તેમની પુત્રી વામિકા પણ હતી.   પોતાની પર્સનલ લાઈફ  અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરતા આ દંપતીએ પણ આ મથુરા-વૃંદાવન મુલાકાતને મીડિયાની નજરથી દૂર રાખી હતી, જોકે એક ચાહકે આશ્રમની અંદર તેમનો વીડિયો બનાવીને અપલોડ કર્યો હતો.
 
  અનુષ્કાના ખોળામા જોવા મળી વામિકા 
આશ્રમ પહોંચતા વિરાટ-અનુષ્કા અને વામિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વામિકાનો ચહેરો ઝાંખો જોવા મળ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વામિકા માતા અનુષ્કાના ખોળામાં બેઠી છે જ્યારે વિરાટ કોહલી પણ તેની સાથે બેઠો છે. આગળ એવું પણ જોવા મળે છે કે અનુષ્કા આશ્રમમાં ગુરુના પગે પડે છે અને માથું નમાવે છે. આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે.