શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 31 ઑક્ટોબર 2022 (17:03 IST)

ઑસ્ટ્રેલિયામાં વિરાટના હોટલ રૂમનો વીડિયો વાયરલ- કોહલી બોલ્યા- આ મારી પ્રાઈવેસીમાં દખલ

virat kohli
ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીના ચાહકો દુનિયાભરમાં છે તેમનાથી મળવા અને તેમના વિશે બધુ જાણવા હમેશા બેચેન રહે છે. ત્યારે એલ ચાહકએ વિરાટની એક ઝલક મેળવવા માટે તેમની પ્રાઈવેસીમાં દખલ નાખ્યુ. ઑક્સ્ટ્રેનિયાના જે હોટલમાં ટીમ ઈંડિયા રોકાયેલી છે, ત્યાં આ ફેન વિરાટના રૂમમાં ઘુસી ગયો. કોહલીની ગેર હાજરીમાં આ ચાહકે તેમના રૂમનો વીડિયો રેકાર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી નાખ્યો. 
 
ફેનની આ વાતને લઈને વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયા છે. તેણે સોશિયલ મીડોયા પર વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે તેમની પ્રાઈવેસીમાં આવુ દખલ સારુ નથી. ઘણા સેલિબ્રીટીજ તેમના પોસ્ટ પર કમેંટ કરી ફેનના આ વ્યવહારને ખોટુ જણાવ્યુ છે.