સંબંધિત સમાચાર
- IND vs PAK: હાર બાદ પાકિસ્તાનનું થયુ ઘોર અપમાન, ટીમ ઈન્ડિયાએ હાથ પણ ન મિલાવ્યા
- ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, સલમાન અલીની ટીમને એકતરફી મેચમાં 7 વિકેટથી હરાવ્યું
- મૂર્ખતાપૂર્ણ ભૂલ ! પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે શું આ શું વગાડી દીધું ? ભૂલથી વગાડ્યું આઈટમ સોંગ
- India vs Pakistan Cricket Score: ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, શાનદાર જીત નોંઘાવી
- IND vs PAK: - ૧૦ સેકન્ડમાં ૧૬ લાખ રૂપિયા! આ મેચથી BCCI-PCB અને ICC ઘણી કમાણી કરશે
IND vs PAK: ટીમ ઈંડિયાએ હાથ ન મિલાવ્યો તો પાકિસ્તાનમાં મચી બબાલ, હવે PCB એ ઉઠાવ્યુ મોટુ પગલુ
IND vs PAK: એશિયા કપ 2025 નો છઠ્ઠો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાયો. જેમા ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત નોંધાવી. ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવી અને ટૂર્નામેંટમાં સતત બીજી જીત નોંધાવી. ટીમ ઈંડિયાની સામે પાકિસ્તાનની ટીમ દરેક મોરચે નિષ્ફળ રહી. મેચ ખતમ થયા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને ભારે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.
The internets cutest clip today? Fans singing Happy Birthday to SKY after the win
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/rlVgOZYn57
ટીમ ઈંડિયાએ કર્યુ ઈગ્નોર
ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે 16મી ઓવરની 5 મી બોલ પર શાનદાર સિક્સર મારીને ટીમ ઈંડિયાને જીત અપાવી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર મેદાન બહાર જતા રહ્યા. સૂર્યા અને શિવમ ઉપરાંત ટીમ ઈન્દિયાના બાકી ખેલાડી પ ણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા ડ્રેસિંગ રૂમની બહાર ન આવ્યા. આવામાં પાકિસ્તાની ખેલાડી મેદાન પર હેંડશેક કરવા માટે ટીમ ઈંડિયાના ખેલાડીઓની રાહ જોતા રહ્યા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ મેચ ખતમ થતા સામાન્ય રીતે બંને ખેલાડી હાથ મિલાવતા જોવા મળે છે. પણ આ મેચમાં આવુ કશુ પણ જોવા મળ્યુ નહી. આ જ કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ રમત કરતા આ નો હેંડશેક ઘટનાને લઈને વધુ ચર્ચામાં છે.
PCB એ નોંધાવ્યો વિરોધ
આ દરમિયાન પાકિસ્તાનથી મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB એ મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા બદલ એશિયન ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. રવિવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, PCB એ ભારતીય ખેલાડીઓના આ વર્તનને રમતગમતની ભાવના વિરુદ્ધ એટલે કે રમતગમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું. PCB એ પોતાના નિવેદનમાં લખ્યું છે- ટીમ મેનેજર નવીન ચીમાએ ભારતીય ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના વર્તન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તેને રમતગમતની ભાવના વિરુદ્ધ અને રમતગમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું. વિરોધમાં, અમે અમારા કેપ્ટનને મેચ પછીના સમારોહમાં મોકલ્યા ન હતા.
The Pakistani jokers kept waiting for the Indian players to come and shake hands, but no one from India went. After losing the match and feeling humiliated, the Pakistani jokers shook hands with each other and walked away with their heads down. #INDvPAK
— (@rushiii_12) September 14, 2025
Well done @BCCI pic.twitter.com/KBXf5l05MM
ગ્રુપ સ્ટેજમાં ટકરાયા બાદ, ભારત અને પાકિસ્તાન હવે સુપર-4 માં એકબીજાનો સામનો કરી શકે છે. અહીં પણ ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવવાનો પ્રયાસ કરશે. એશિયા કપ 2025 માં, ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે પોતાની ત્રીજી મેચ રમશે.
