ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (10:40 IST)

રાજકોટ: 2 બાળકોની હત્યા બાદ માતાનો આપઘાત

suicide
રાજકોટમાં ચકચારી ઘટના આવી સામે છે.   જનેતાએ પોતાના જ  બે બાળકોની હત્યા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.   સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં એક જનેતાએ પહેલા પોતાના બાળકોની હત્યા કર્યા બાદ પોતે પાણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરકંકાસને કારણે પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 
 
રાજકોટના એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ આંબેડકર નગરમાં રહેતી મનીષાબેન પરમાર દ્વારા પોતાના બંને બાળકોની હત્યા કરવામાં આવી હતી. આ તરફ બંને બાળકોની હત્યા બાદ ખુદ મનીષાબેને પણ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી દીધું હતું. 
બાદમાં પોતે વીડિયો બનાવી ફેસબુક સ્ટેટ્સ પર અપલોડ કરી આત્મહત્યા કરી છે. જેમાં મહિલાએ પતિ સાગરના ત્રાસથી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરતા હાલ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસે પતિ સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.