બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 31 મે 2023 (16:17 IST)

Ahmedabad - સટ્ટામાં લાખો રૂપિયા હારી જતાં પતિએ પત્નીને દેહવ્યાપારમાં ધકેલી, પોર્ન સાઈટ પર ફોટો અપલોડ કર્યા

પત્ની પાસે દેહવ્યાપાર કરાવીને તેમાંથી આવેલી રકમથી પતિ મોજમજા કરતો હતો
 
 આપણા સમાજમાં સ્ત્રી સશક્તિકરણની માત્ર વાતો થતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જે સ્ત્રી તેનું સર્વસ્વ છોડીને પતિના ઘરે જઈને સંસાર ચલાવે છે. આજે તે જ સ્ત્રીને દેહવ્યાપારમાં જબરદસ્તીથી ધકેલવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં પતિએ સટ્ટામાં રૂપિયા હારી જતા તેની પત્નીને તેના મિત્રો પાસે અને અલગ અલગ લોકો પાસે દેહવ્યાપાર કરાવતો અને તેમાંથી કમાઈને સટોડીયાઓને રૂપિયા પાછા આપતો હતો.કંટાળેલી પત્નીએ દેહવ્યાપાર કરવાની ના પાડી તો પતિએ પત્નીના ન્યુડ ફોટો મોર્ફ કરીને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી દીધા અને નંબર પણ મૂકી દીધો હતો. પત્નીએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
 
બિઝનેસમેન કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશની નિશા પોતાના પરિવારના સ્વજન સાથે મુંબઈ રહેતી હતી ત્યાં તેનો પરિચય અમદાવાદના એક યુવક સાથે થયો હતો. આ યુવક અમદાવાદથી મુંબઈ આવ્યો અને એનો નિશા સાથે સંપર્ક થયા બાદ મિત્રતા વધારવા માટે પ્રયાસ કર્યો હતો. રાકેશ નામનો યુવક પોતે મોટો વેપારી હોય તે રીતે વર્તન કરતો હતો. અમદાવાદથી મુંબઈ અવરજવર કરતા રાકેશ અને નિશા વચ્ચે વારંવારની મુલાકાતો બાદ પ્રેમ સંબંધ બંધાયા હતાં. રાકેશ નિશાને કહેતો હતો કે તે એક બિઝનેસ મેન છે અને તેની સાથે લગ્ન કરશે. આમ કહીને તે નિશાને અમદાવાદ લઈને આવ્યો હતો. લગ્ન બાદ તેમને એક દીકરીનો જન્મ થયો હતો. 
 
મિત્રો અને અન્ય લોકો સાથે સંબંધો બાંધ્યા
થોડા સમયમાં નિશાને ખબર પડી હતી કે તેનો પતિ રાકેશ કોઈ બિઝનેસમેન નહીં પણ સટ્ટાબાજ છે. રાકેશને નિશા સટ્ટો રમવાની અનેક વખત ના પાડતી હતી. રાકેશ નિશાને ખૂબ માર મારતો હતો. એક વખત રાકેશ સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયો હતો. આ દરમિયાન તેણે તેની પત્નીને કહ્યું હતું કે, મારૂ દેવુ ભરવા માટે તારે મારા મિત્રો અને હું કહું ત્યાં તારે સંબંધ બાંધવા પડશે. આ સાંભળીને નિશા ચોંકી ગઈ હતી. તેને આ બાબાતે ના પાડી તો રાકેશે દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મજબૂરીમાં નિશાએ રાકેશના મિત્રો અને અન્ય લોકો સાથે સંબંધો બાંધ્યા હતાં. જેમાંથી આવેલા પૈસાથી રાજીવ જલ્સા કરવા માંડ્યો હતો. 
 
નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દેહવ્યાપારથી કંટાળેલી નિશાને રાજીવે ઘરમાંથી કાઢી મુકી હતી અને દીકરીને પોતાની પાસે રાખી હતી. નિશા પોતાની મિત્રની મદદથી અલગ રહેવા લાગી હતી. તે પોતાની દીકરીને પરત મેળવવા સતત પ્રયાસ કરતી હતી. પરંતુ તેનો પતિ રાકેશ દીકરીને આપવા માનવા તૈયાર નહોતો. આ સમયમાં રાકેશના મિત્રો પણ નિશાને ધમકીઓ આપતાં હતાં. જેથી નિશાએ કંટાળીને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિશાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ( પાત્રોના નામ બદલેલ છે).