બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2023 (12:04 IST)

Ahmedabad - ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત

accident news in Gujarati
બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
 
અમદાવાદમાં એસજી હાઈવે પર કાર ચાલકે માતા અને પુત્રીને અડફેટે લેતાં બંનેના મોત
 
 
 ગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 
 
ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 
 
અમદાવાદમાં એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર એક કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લીધા હતાં અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટનામાં ગત 28 મેના રોજ અમરાઈવાડી વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેકમાં એક્ટિવા લઈને જતી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હોવાનો બનાવ બન્યો હતો.