શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદઃ , સોમવાર, 29 મે 2023 (14:35 IST)

વરસાદે બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર પર પાણી ફેરવ્યું, ઓગણજના મેદાનમાં પાણી ભરાતા કાર્યક્રમ રદ કરાયો

Divya Darbar of Dhirendra Shastri in Ahmedabad cancelled
Divya Darbar of Dhirendra Shastri in Ahmedabad
 
રાધિકા સેવા સમિતિ દ્વારા ઓગણજમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે સવારથી જ લોકો મેદાનમાં આવીને બેસી ગયા હતાં પણ કોઈ તૈયારી નહોતી
 
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતના મોટા શહેરોમાં દરબાર યોજાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના ઓગણજમાં બાબાના દરબારમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે બાબાનો દિવ્ય દરબાર રદ કરવો પડ્યો છે.રવિવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે અને માટી બેસી ગઈ છે. તેમજ કોઈપણ પ્રકારની તૈયારી થઈ શકી નથી, જેના કારણે દિવ્ય દરબારનું આયોજન રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 
 
દિવ્ય દરબાર ભારે વરસાદના પગલે રદ કરાયો
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 29 અને 30 મે એમ બે દિવસનો દિવ્ય દરબાર ભારે વરસાદના પગલે રદ કરાયો છે. રાધિકા સેવા સમિતિ દ્વારા ઓગણજ ખાતે આવેલા મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદ પડતા હવે આ દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો દિવ્ય દરબાર યોજાશે તો તેની જાણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
 
લોકો સવારથી જ આવીને બેસી ગયા હતા
ઓગણજ ખાતે પ્રમુખસ્વામી સ્વામી મહોત્સવના મેદાનમાં બાગેશ્વરધામનો દિવ્ય દરબાર યોજાવાનો હતો. આજે મોટી સંખ્યામાં સવારથી જ અમદાવાદ અને આસપાસના શહેરોમાંથી લોકો દિવ્ય દરબારમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલું અને કોઈપણ પ્રકારની તૈયારી નથી. છતાં પણ લોકોમાં એટલો વિશ્વાસ છે કે આજે બાબા અમને અહીંયા દર્શન આપશે. અમદાવાદના બાપુનગર, નિકોલ, વટવા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાંથી લોકો બાબાના દિવ્ય દરબાર માટે અહીંયા સવારથી આવી પહોંચ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની તૈયારી નથી છતાં પણ તેઓ હજી સુધી અહીંયા જ બેસી રહ્યા છે.