1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 5 જુલાઈ 2025 (17:43 IST)

Gujarati Suvichar - શનિવારના સુવિચાર

saturday suvichar
saturday suvichar


1 માણસે સમયને પુછ્યુ 
હુ હારી કેમ જાઉ છુ... 
સમયે કહ્યુ.. 
તડકો હોય કે છાયો 
કાળી રાત હોય કે વરસાદ 
હુ દરેક સમયે ચાલતો રહુ છુ 
તુ પણ મારી સાથે ચાલ 
ક્યારેય નહી હારે....  
ગુડ મોર્નિંગ 
 
 
2. મનુષ્યની સંપત્તિ ન તો 
   પૈસા છે કે ન તો મિલકત છે 
   તેની સંપત્તિ તો તેનો 
   હસતો પરિવાર, સારુ સ્વાસ્થ્ય 
   શુભ ચિંતક મિત્ર અને 
   સંતુષ્ટ મન છે 
   શુભ શનિવાર 
 
3. જીવનનો આનંદ પોતાની 
   રીતે જ લેવો જોઈએ 
   લોકોની ખુશીના ચક્કરમાં તો 
   સિંહને પણ સર્કસમાં નાચવુ પડે છે 
   તમારો દિવસ શુભ રહે 
 
4. નળ બંધ કરવાથી નળ બંધ થય છે 
   પાણી નહી... 
    ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંદ થાય છે 
    સમય નહી 
    દિપક ઓલવી નાખવાથી દિપક ઓલવાય છે 
    પ્રકાશ નહી 
    અસત્ય છુપાવવાથી અસત્ય છુપાય છે 
     સત્ય નહી 
     પ્રેમ કરવાથી પ્રેમ મળે છે 
     નફરત નહી 
     દાન કરવાથી રૂપિયા જાય છે 
     લક્ષ્મી નહી 
    સુપ્રભાત  
 
5.  સમય ન લગાવશો 
    નક્કી કરવામાં કે 
    તમારે શુ કરવાનુ છે 
      નહી તો 
    સમય નક્કી કરી લેશે કે 
    તમારુ શુ કરવાનુ છે 
    તમારો દિવસ શુભ રહે.  
 
6. જીવનમાં કોઈ તમારી ઈર્ષા કરે છે 
   તો તેને કરવા દો .. યાદ રાખજો 
   બળનારી વસ્તુ એક દિવસ 
   રાખ થઈ જાય છે ભલે તે અહંકાર હોય 
   વસ્તુ હોય કે માણસ... 
   શુભ શનિવાર