1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 5 જુલાઈ 2025 (18:10 IST)

Sunday Quotes in Gujarati - રવિવારના સુવિચાર

sunday suvichar
sunday suvichar
1 સંબંધોની દુનિયામાં એક સંબંધ 
લીમડાના પાન જેવો પણ રાખો 
જે સીખ ભલે કડવી આપે પણ 
તકલીફમાં મલમ જ બને છે 
શુભ રવિવાર 
 
2. આપણી જીભનુ વજન 
ખૂબ જ ઓછુ હોય છે પણ 
તેને ખૂબ ઓછા લોકો જ 
સાચવી શકે છે  
રવિવારની શુભેચ્છા 
 
3. સુંદરતા હોય કે ન હોય, સાદગી જરૂર હોવી જોઈએ 
  ખુશ્બુ હોય કે નહોય પણ,  સુગંધ જરૂર હોવી જોઈએ 
   સંબંધ હોય કે ન હોય, બંદગી જરૂર હોવી જોઈએ 
   મુલાકાત થાય કે ન થાય પણ, વાત જરૂર થવી  જોઈએ 
   આમ તો દરેક કોઈ ગુંચવાયુ છે પોતાની ગુંચવણોમાં 
    ઉકેલ હોય કે ન હોય પણ ઉકેલવાની કોશિશ જરૂર થવી જોઈએ 
    આપનો દિવસ શુભ રહે 
 
4. ન બોલવુ મોટી વાત છે કે 
    ન ચૂપ રહેવુ મોટી વાત છે 
   પણ ક્યારે બોલવુ અને ક્યારે ચૂપ રહેવુ 
   તેનો વિવેક રાખવો એ  મોટી વાત છે 
    શુભ રવિવાર 
 
5. કર્મ કરો તો ફળ મળે છે 
    આજે નહી તો કાલે મળે છે 
    જેટલો અધિક હશે કુવો 
    એટલુ મીઠુ જળ મળે છે 
    તમારો દિવસ શુભ રહે 
 
6.  કોઈની પણ જોડે બદલો લઈને
    તમે ફક્ત એકવાર ખુશ થાવ છો 
    પણ માફ કરવાનુ ગૌરવ 
    જીવનભર બન્યુ રહે છે