સોમવાર, 11 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2023 (12:08 IST)

Surat News - હવસખોર પિતરાઈ ભાઈએ બહેનને ગર્ભવતી બનાવી, બાળકી જન્મતાં પિતા અને ફોઈએ જંગલમાં જીવતી દાટી

crime news gujarati
crime news gujarati
સુરતના કામરેજના ઘલા ગામે બે સંતાનોના હવસખોર પરણિત પિતરાઈ ભાઈએ કુંવારી બહેનને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. 20 વર્ષની કુંવારી બહેનની ડિલીવરી થતાં બાળકીનો જન્મ થતાં યુવતીના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમાજમાં આબરૂ ન જાય તે બીકે યુવતીના પિતા અને ફોઈએ તાજી જન્મેલી બાળકીને જંગલમાં ખાડો ખોદી દાટી દીધી હતી.

ભાવનગરના અને કામરેજના ઘલા ગામે રહેતા કનુભાઇ કાબાભાઇ બારૈયા ખેતરમાં ભાગ્યા તરીકે ખેત મજૂરી કરી પરીવારનો ગુજરાન ચલાવી રહ્યાં છે.ગત 26 મે રોજ બપોરના સમયે કનુભાઇની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા કેશ્વર ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.જ્યાં તેની સોનોગ્રાફી કરાવતા તેને 8થી 9 મહીનાનો ગર્ભ હોવાનું રીપોર્ટ આવતા પરીવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.
 
આ અંગે ઘરે આવ્યા બાદ યુવતીને તેની માતાએ પુછપરછ કરતા તેણે પોતાના પિતરાઇ ભાઇ મુનેશ પ્રતાપ ગોહિલ સાથે છેલ્લા પાંચ-છ વર્ષથી પ્રેમ સંબંધ તથા શરીર સંબંધ હોવાનું જણાવ્યું હતું. આ બાળક પિતરાઇ ભાઇ મુનેશનું હોવાનું જણાવતા પરીવારજનો સ્તબ્ધ રહી ગયા હતા. ત્યારે આ ગંભીર મામલે મુનેશની માતાને જણાવતા તેઓ તેના ભાઈના ઘરે દોડી આવ્યાં હતા. મોડી રાત્રે પિડીતાને વધુ દુખાવો ઉપડતા ડિલીવરી કરાવતા છોકરીનો જન્મ થયો હતો.પુત્રી જન્મ અંગે હવસખોર મુનેશને જાણ કરવામાં આવતા તે ઘરે આવી પહોંચ્યો હતો. કુંવારી દિકરીએ બાળકીને જન્મ આપતાં પરિવાર ઘોર ચિંતામાં ડૂબી ગયો હતો. શું કરવું તે અંગે કોઈને કંઈ સુજી રહ્યું નહોતુ. ત્યારે સમાજમાં આબરું જવાના બીકે બાળકીને દફનાવી દેવાનું નક્કી કર્યુ. મુખ્ય આરોપી મુનેશ નવજાત બાળકીને લઇ પિડીતાના પિતા અને ફોઈ ત્રણેય મળીને ઘલા ગામની સીમમાં આવેલી ગૌચરવાળી ખુલ્લી જગ્યામાં મુનેશે ખાડો ખોદી તાજી જન્મેલી નવજાત બાળાને દાટી દીધી હતી. 
 
રાત્રીના બે વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફર્યા હતા. તેઓ પરત આવતા યુવતીએ તેમને પૂછ્યું કે જન્મ આપેલી બાળકી ક્યાં છે? તો તેમણે કહ્યું કે, અમે ત્રણેયે તેને ગૌચરવાળી જમીનમાં દાટી આવ્યા છીએ.પરિવારે પુરાવાના નાશ કરવાના ઇરાદે ત્રણેય લોકોએ કરેલા કૃત્યની જાણ યુવતીના ભાઈ જયવંતને કરી હતી. તો તેણે સમગ્ર મામલે કામરેજ પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે કામરેજ મામલતદારની અધ્યક્ષતામાં બાળકીની ડેડબોડીને બહાર કાઢી પેનલ પીએમ કરવામાં આવ્યું હતુ. તેમજ પોલીસે ગંભીર ઘટનામાં આરોપી હવસખોર પિતરાઇ ભાઇ મુનેશ ઉર્ફે મુન્નો પ્રતાપ ગોહિલ તેમજ કુંવારી દિકરી માતા બનતા સમાજમાં આબરૂ ન જાય તે બીકે પાપમાં સહભાગી બનેલા પિડીતાના પિતા કનુ કાબાભાઇ બારૈયા અને યુવતીની ફોઈને મળી ત્રણેય આરોપીઓની કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી