સંબંધિત સમાચાર
- અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
- જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
- જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
- ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
- Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩