1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. These special trains will run from Ahmedabad

યાત્રીગણ ધ્યાન દે!!! અમદાવાદથી દોડાવવામાં આવશે આ વિશેષ ટ્રેનો

યાત્રીગણ ધ્યાન દે!
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ આગામી સૂચના સુધી અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ, અમદાવાદ-દાદર સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ વિશેષ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો દૈનિક ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:-
 
1. ટ્રેન નંબર 02957 અમદાવાદ - નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ  28 જૂન 2021 થી  અને ટ્રેન નંબર 02958 નવી દિલ્હી - અમદાવાદ રાજધાની સ્પેશિયલ 29 જૂન 2021 થી દરરોજ દોડશે.
 
2. ટ્રેન નંબર 09202 અમદાવાદ-દાદર સ્પેશિયલ 27 જૂન 2021 થી અને ટ્રેન નંબર 09201 દાદર-અમદાવાદ સ્પેશિયલ 28 જૂન 2021 થી દરરોજ દોડશે
 
3. ટ્રેન નંબર 02972 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ 29 જૂન, 2021 થી અને ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સ્પેશિયલ પણ 29 જૂન, 2021 થી દરરોજ દોડશે.
 
4. ટ્રેન નંબર 09218 વેરાવળ - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 28  જૂન, 2021 થી  અને ટ્રેન નંબર 09217 બાન્દ્રા ટર્મિનસ - વેરાવળ સ્પેશિયલ 30 જૂન, 2021 થી દૈનિક દોડશે.
 
ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસો ની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.
આગળનો લેખ
રાજ્યના 187 તાલુકામાં ખાબક્યો વરસાદ, 13 તાલુકામા6 2 ઇંચ કરતાં વધુ વરસાદ