મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (08:34 IST)

યાત્રીગણ ધ્યાન દે!!! અમદાવાદથી પસાર થતી આ સ્પેશિયલ ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો થશે ડાયવર્ટ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઈને ચાલવાવાળી દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી સેક્શન પર યાર્ડન રિમોડેલિંગ કાર્ય હેતુ કેએસઆર બેંગલુરુ - જોધપુર સ્પેશિયલ, ગાંધીધામ - કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ અને અજમેર - મૈસુર સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ રહેશે.
 
આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
 
રદ કરાયેલ ટ્રેનો: -
તારીખ 15 અને 17 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ કેએસઆર બેંગલુરુથી ચાલવાવાળી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર - જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ અને તારીખ 18 અને 20 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ જોધપુરથી ચાલવાવાળી ટ્રેન નંબર 06507 જોધપુર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે.
 
તારીખ 20 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બેંગલુરુથી ચાલવાવાળી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર - ગાંધીધામ સ્પેશિયલ અને તારીખ 23 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ગાંધીધામથી ચાલવાવાળી ટ્રેન નંબર 06505 ગાંધીધામ - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે.
તારીખ 16 અને 18 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ મૈસૂરથી ચાલવાવાળી ટ્રેન નંબર 06210 મૈસુર - અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ અને તારીખ 19 અને 21 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલવાવાળી ટ્રેન નંબર 06209 અજમેર - મૈસૂર સ્પેશિયલ રદ રહેશે.
ડાયવર્ટ ટ્રેનો: -
 
ટ્રેન નંબર 04806 બાડમેર-યશવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 18 ફેબ્રુઆરી 2021 ના​​રોજ ગડગ, હોસ્પેટ, કોટુરુ, અમરાવતી અને દાવણગેરે સ્ટેશનો થઈને દોડશે.
 
ટ્રેન નંબર 04805 યસવંતપુર - બાડમેર એકસપ્રેસ સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2021 ના​​રોજ દાવણગેરે, અમરાવતી, કોટુરુ, હોસ્પેટ અને ગડગ સ્ટેશનો થઈને દોડશે.
 
ટ્રેન નંબર 06588 બીકાનેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 16 અને 21 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસ્પેટ, કોટૂરુ, અમરાવતી અને દાવણગેરે સ્ટેશનો થઈને દોડશે.
 
ટ્રેન નંબર 06587 યસવંતપુર - બીકાનેર સ્પેશિયલ 19 અને 21 ફેબ્રુઆરી 2021 ના​​રોજ દાવણગેરે, અમરાવતી, કોટુરુ, હોસ્પેટ અને ગડગ સ્ટેશનો થઈને દોડશે.
 
ટ્રેન નંબર 06206 અજમેર - કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ સ્પેશીયલ 22 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ પુણે, દૌંડ, કુર્દવાડી, સોલાપુર, વાડી અને ગુંટકલ સ્ટેશનો થઈને દોડશે.
 
ટ્રેન નંબર 06533 જોધપુર - કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ પુણે, દૌંડ, કુર્દવાડી, સોલાપુર, વાડી અને ગુંટકલ સ્ટેશનો થઈને દોડશે.