1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. BJP 20 star list

ભાજપના 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ, પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની ફરી બાદબાદી, કેન્દ્રમાંથી માત્ર સ્મૃતિ ઈરાની પ્રચાર કરવા આવશે

BJP 20 star
રાજ્યસભાના સાંસદ નરહરિ અમિનને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું
 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. આ ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના 20 સ્ટાર પ્રચારકોમાં અસંતુષ્ટ અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે. જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ફરીવાર બાદબાકી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રમાંથી માત્ર એક સ્મૃતિ ઈરાની જ ગુજરાતમાં પ્રચાર કરવા  માટે આવશે. તે ઉપરાંત આ યાદીમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમિનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. 
20 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો
ભાજપે જાહેર કરેલી 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો છે. આ અગાઉ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પણ તેઓ સ્ટાર પ્રચારક હતાં અને પ્રચાર કર્યો હતો. વીસ સભ્યોની આ યાદીમાં ઇરાની સિવાય બાકીના તમામ સ્થાનિક નેતાઓ જ છે જેમાં પાર્ટી પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. આ વીસ નેતાઓની યાદીમાં સૌથી છેલ્લું નામ અલ્પેશ ઠાકોર છે. ભાજપમાં હાલ સાવ નિષ્ક્રીય બની ચૂકેલા અલ્પેશ ભાજપના સ્ટાર ઠાકોર નેતા છે અને તેઓ ગઇ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ આ યાદીમાં હતા.
આગળનો લેખ
Surya Rashi Parivartan 2021: કુંભ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય, આ 5 રાશિનુ વધશે બેંક બેલેંસ