સંબંધિત સમાચાર
- હિઝબુલ્લાહે તાઈવાનથી 5000 પેજર ખરીદ્યા હતા, મોસાદ પર વિસ્ફોટકો મૂકવાનો આરોપ હતો, હવે સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે
- લેબનનસ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી
- Nepal Flood- નેપાળમાં પૂરના કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 112 લોકોના મોત,
- 'પાકિસ્તાન થઈ ગયું છે એકદમ ગરીબ', નાણામંત્રીએ કહ્યું - જનતાએ સહન કરવી પડશે 'સંક્રમણની પીડા', જાણો શું છે આ પીડા ?
- કાશ્મીર ઝડપથી બદલાઈ રહ્યું છે, પરંતુ 57 ઈસ્લામિક દેશોને ખૂંચી રહ્યું છે PM મોદીનું 370 વાળું તીર, જાણો શું કરી હતી જાહેરાત
Hassan Nasrallah died- ઇઝરાયલી હુમલામાં હસન નસરલ્લાહનું મૃત્યુ
Hassan Nasrallah, Israel
Hassan Nasrallah killed- હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના મોત પછી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ નિવેદન આપ્યું છે. ન્યૂયૉર્કમાં સંયુકત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપ્યા પછી તેઓ ઇઝરાયલ પાછા ફર્યા હતા.
તેમણે હસન નસરલ્લાહના મૃત્યુની ઘટનાને ઐતિહાસિક વળાંક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તેઓ અસંખ્ય ઇઝરાયલી અને કેટલાય વિદેશી નાગરિકોનાં મોત માટે જવાબદાર છે. ઇઝરાયલે તેમની સાથે હિસાબ બરાબર કરી નાખ્યો છે.”
નેતન્યાહૂએ કહ્યું હતું કે, “ઇઝરાયલ પોતાના દુશ્મનો પર હુમલા ચાલુ જ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે નસરલ્લાહને નિશાન બનાવવાનું તેમણે જ કહ્યું હતું.”
તેમણે કહ્યું કે, “નસરલ્લાહનું મોત એ ઇઝરાયલના લક્ષ્યાંક પાર પાડવા માટે સૌથી અગત્યની શરત હતી.
