1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (10:33 IST)

લેબનનસ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી

લેબનન
લેબનનસ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીયોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 
બુધવારે ઇઝરાયલે લેબનનના પાટનગર બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડર ફૌદ શુક્રને મારવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ઈરાનના પાટનગર તહેરાનમાં હમાસના ટૉપ નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાના અહેવાલો સામે આવ્યા હતા.
 
માનવામાં આવે છે કે મધ્ય-પૂર્વમાં સંઘર્ષ વધશે. આ વિશે અમેરિકાના રક્ષા મંત્રી લૉયડ ઑસ્ટિનને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો.
 
તેમણે કહ્યું કે, "મને નથી લાગતું કે મધ્ય-પૂર્વમાં યુદ્ધની જરૂર પડે."
 
લેબનનસ્થિત ભારતીય દૂતાવાસે લોકોને કહ્યું કે, "વધતા તણાવને કારણે ભારતીય નાગરિકોએ જરૂર ન હોય તો લેબનનનો પ્રવાસ ટાળવો જોઈએ."
 
લેબનનમાં રહેતા ભારતીયોને સાવચેતી રાખવા, કારણ વગર હરવા-ફરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ દૂતાવાસે આપી છે.
 
ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ જાહેર કર્યો છે.