રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2024 (18:11 IST)

ડાયવોર્સની અફવા વચ્ચે અમેરિકા પહોચી એશ્વર્યા રાય, આરાધ્યા ન દેખાઈ સાથે, વાયરલ થઈ તસ્વીર

aishwarya rai
aishwarya rai
એશ્વર્યા રાય છેલ્લા કેટલાક દિવસોથી પોતાનુ કામ નહી પણ પર્સનલ લાઈફને લઈને છવાયેલી છે. એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના સંબંધોમાં તનાવની અફવા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ દરમિયાન એક તસ્વીર અમેરિકા સામે આવી છે. જેમા ફક્ત એશ્વર્યા જ જોવા મળી. 

 
જુલાઈની શરૂઆતમાં અનંત અંબાની અને રાધિકા મર્ચંટના લગ્નના ફંક્શન્સની વચ્ચે એશ્વર્યા રાય ચર્ચામાં આવી ગઈ. અંબાની ફેમેલીની પાર્ટીમાં તેમની એંટ્રીએ દરેકનુ ધ્યાન ખેંચ્યુ. આખો બચ્ચન પરિવાર એક સાથે લગ્નમાં આવ્યો હતો પણ એશ્વર્યા રાય એકલી જ પુત્રી આરાધ્યને લઈને પહોચી. ત્યારબાદથી જ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ.  એક બાજુ આ મામલો તૂલ પકડી રહ્યો હતો તો બીજી બાજુ અભિષેક  બચ્ચને એક છુટાછેડા સાથે જોડાયેલ સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરી દીધી. ત્યારબાદ જ અફવાઓને જાણે હવા મળી ગઈ.  આ લગ્ન સેરીમની પછી જ એશ્વર્યા અને આરાધ્યાને એક સાથે એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. બંને ફંક્શનમાં સામેલ થય પછી જ અમેરિકા માટે રવાના થઈ ગઈ હતી.  હવે આ ટ્રિપની એશ્વર્યાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર ન્યૂયોર્કમાં લેવામાં આવી છે અને તેને તેમના ફેંસે શેયર કરી છે. જેમની તેમણે ખાસ મુલાકાત કરી છે.  
 
અમેરિકામાં છે એશ્વર્યા રાય 
જેરી રેયના નામની એક અમેરિકી અભિનેત્રીએ મંગળવારે ઈસ્ટાગ્રામ પર એશ્વર્યાની સાથે બે તસ્વીરો શેયર કરી છે. તેમાથી એક તાજેતરમાં જ ન્યૂયોર્કમાં તેમની મુલાકાતની છે અને બીજી અનેક વર્ષો પહેલાની. નવી સેલ્ફીમાં ઐશ્વર્યાએ લાલ અને કાળા રંગનો આઉટફિટ પહેર્યો છે. તેના કેપ્શનમાં, જેરીએ અભિનેત્રીની દયાની પ્રશંસા કરી અને તેમની છેલ્લી મુલાકાતને યાદ કરી. તેણે લખ્યું, 'તમારા આદર્શને એક જ જીવનકાળમાં બે વાર મળવું એ ગ્રીડમાં સ્થાન મેળવવા જેવું છે. મને મારા સૌથી બેકાબૂ રૂપમાં જોવા માટે સ્વાઇપ કરો.. એશ હંમેશા મારા પ્રતિ આટલી દયાળુ થવા માટે ઘન્યવાદ. જ્યારે હુ તમારા જીવનમાં તમારા પ્રભાવ વિશે બતાવ્યુ તો તમે ખૂબ ધ્યાનથી સાંભળો. આ માટે તમારો ધન્યવાદ આપવુ હંમેશા મારુ સપનુ હતુ. હુ તમારે માટે આ દુનિયાની બધી ખુશીઓ અને આનંદની કામના કરુ છુ.