રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 16 માર્ચ 2024 (12:34 IST)

પુત્ર અભિષેક સાથે સ્પોટ થયા અમિતાભ બચ્ચન, હોસ્પિટલમાં દાખલ થવાના સમાચા પર કહ્યુ - ફેક ન્યુઝ

amitabh bachchan health
amitabh bachchan health
 બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ ચર્ચાનો ભાગ બન્યા છે. તાજેતરમાં જ સાંભળવા મળ્યુ હતુ કે તેમની કોકિલાબેન હોસ્પિટલમાં એંજિયોપ્લાસ્ટી થઈ છે. જો કે હવે અમિતાભ બચ્ચને આ  તમામ સમાચારો પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે. બિગ બી નો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ પુત્ર અભિષેક સાથે મેચ જોતા દેખાય રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન એકદમ સ્વસ્થ છે અને મેચનો આનંદ લઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને અભિષેકને ઠાણેમાં ઈડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ના દરમિયન કૈપ્ચર કરવામાં આવ્યા. 
 
સમાચારમાં કરવામાં આવ્યો દાવોઃ એક દિવસ પહેલા સમાચારમાં કહેવામાં આવી રહ્યું હતું કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પગમાં બ્લડ ક્લોટ અને બ્લોકેજને કારણે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. જોકે, સૂત્રોના હવાલાથી આ સમાચાર સતત જોવા મળી રહ્યા હતા. અમિતાભના કરોડો ફેંસ આ સમાચાર મળતા જ તેઓ તેમના સ્વસ્થ થવાની કામના કરવા લાગ્યા, સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થના કરતા લોકોની લાઈન લાગી ગઈ. 
 
અમિતાભ બચ્ચની એંજિયોપ્લાસ્ટીના સમાચારના થોડા કલાક પછી જ્યારે ઈંડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ની ફાઈનલ મેચની તસ્વીરો સામે આવી તો બધુ સ્પષ્ટ થઈ ગયુ. આ તસ્વીરમાં અમિતાભ બચ્ચન પોતાના ખાસ અંદાજમાં જોવા મળ્યા.   અમિતાભ બચ્ચને પોતે પોતાના સોશિયલ મીડિયા પર મેચની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં જોઈ શકાય છે કે બિગ બી મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સાથે વાત કરી રહ્યા છે.
 
સાથે જ તેમની બાજુમાં અભિષેક બચ્ચન પણ જોવા મળે છે. તસવીરોની સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન સ્ટેડિયમમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. દરમિયાન, જ્યારે ભીડમાંથી તેમને એક ફેન તેમની તબિયત વિશે પૂછે છે, ત્યારે તે તેના હાથના ઈશારા કરે છે અને તેને ફેક ન્યૂઝ કહીને આગળ  નીકળી જાય છે. એટલે કે અમિતાભ બચ્ચન એકદમ સ્વસ્થ છે અને તેમના પર કોઈ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી નથી.