રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 15 માર્ચ 2024 (13:36 IST)

Breaking: અમિતાભ બચ્ચન ની તબિયત બગડી, મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં એંજિયોપ્લાસ્ટી થઈ

Amitabh Bachchan Health: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બિગ બી ની તબિયત ખરાબ થતી જોવા મળી રહી છે અને તેમને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે અમિતાભ બચ્ચનની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 
 
 બિગ બી એ એક્સ એકાઉંટ પર કરી પોસ્ટ 
ભાસ્કર ડોટ કોમની રિપોર્ટ મુજબ બિગ બીને ચુસ્ત સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને બપોરે એક્સ પર પોસ્ટ કર્યુ, "હંમેશા ગ્રેટિટ્યુડ" માનવામાં આવી રહ્યુ છે કે સર્જરી પછી અમિતાભે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ફેંસ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.