રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2024 (16:17 IST)

Love Sex Aur Dhokha ફેમ અંશુમન ઝા ના ઘરે ગૂંજી કિલકારી, 38 વર્ષની વયે બન્યા પિતા

ashuman jha
ashuman jha
Love Sex Aur Dhokha Fame Anshuman Jha Blessed with Baby Girl - બોલીવુડથી લઈને ઓટીટી સુધી પોતાની જોરદાર ઓળખ કાયમ કરનારા અંશુમન ઝા એકવાર ફરી ચર્ચામં છે. જો કે આ વખતે અંશુમન ઝા પોતાની પર્સનલ જીંદગીને લઈને ચર્ચામાં છે  ઉલ્લેખનીય છે કે અંશુમન ઝા 38 વર્ષની વયે પિતા બન્યા છે. તેમની પત્ની સિએરા વિટર્સએ થોડા દિવસ પહેલા 10 માર્ચે પુત્રીને જન્મ આપ્યો છે. જેનાથી અંશુમન ઝા ની ખુશી સાતમા આસમાન પર છે.  જીવનના આ નવા ચરણને લઈને અંશુમન ઝા અને તેમની પત્ની સિએરા બંને ખૂબ જ એક્સાઈટેડ છે. 

 
અંશુમન ઝાએ પિતા બનવાનો અનુભવ મીદિયા સમક્ષ રજુ કર્યો. તેમણે કહ્યુ છેવટે 48 કલાક ખૂબ જ ઉતાર-ચઢાવવાળા રહ્યા છે લેબરનો સમય ખૂબ લાંબો હતો. એ ન ભૂલનારો અનુભવ હતો. જેને મે ક્યારેય અનુભવ નહોતો કર્યો. અંશુમને ઝા એ બતાવ્યુ કે તેમની પત્ની સિએરાને 8 માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્યારે કે ડ્યુ ડેટ 14 માર્ચ હતી. ઉલ્લેખનીય છે કે અંશુમન ઝાએ પોતાની પુત્રીનુ નામ તારા રાખ્યુ છે.