મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2024 (13:54 IST)

પ્રિયંકા ચોપરાની બહેને કરી લીધા લગ્ન, લાલ આઉટફિટમાં અપ્સરા જેવી સુંદર જોવા મળી મીરા ચોપડા

બોલીવુડમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહી છે. જ્યા થોડા સમય પહેલા જ બી ટાઉનની અભિનેત્રી રકુલ પ્રીતે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેંડ જૈકી ભગનાની સાથે લગ્ન કર્યા છે. તો બીજી બાજુ તાજેતરમાં પ્રિયંકા ચોપડાની કજિન મીરા ચોપડા પણ લગ્નના બંધનમાં બંધાઈ છે. મીરાએ આજે 12 માર્ચના રોજ જયપુરમાં રક્ષિત કેજરીવાલ સાથે સાત ફેરા લીધા છે. બંનેના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા છે. જેની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે. 
 
મીરા ચોપડાના લગ્નની તસ્વીરો આવી સામે 

 
તાજેતરમાં જ મીરા ચોપડાએ પોતાના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેમા તે લાલ રંગના કપડામાં ખૂબ જ સુંદર દેખાય રહી છે. પોતાન આ લગ્નના ખાસ અવસર પર મીરા ચોપડાએ સબ્યાસાચીની ડિઝાઈન કરેલ લહેંગા પહેર્યો હતો. જેના પર જડીનુ કામ કરવામાં આવ્યુ હતુ. અભિનેત્રીએ આ સાથે ઓરેંજ કલરનો દુપટ્ટો કેરી કર્યોહતો. આ સાથે મીરાએ પોતાના બ્રાઈડલ લુકને સિંપલ માંગ ટીકા અને  બિગ ચોકર નેકપીસ સાથે પુર્ણ કર્યો હતો.  આ તસ્વીરોમાં મીરા દુલ્હન લુકમાં ખૂબ સુંદર લાગી રહી છે. બીજી બાજુ તેના હસબેંડ રક્ષિતે સફેદ શેરવાની પહેરી હતી.  જેની સાથે તેણે પિંક કલરનો મોતિઓનો હાર પહેર્યો હતો.  
 
વાયરલ થયેલા વેડિંગ ફોટોઝમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. બંનેની જોડી ફેંસને ખૂબ પસંદ પડી રહી છે. બીજી બાજુ પોતાના લગ્નની તસ્વીરો શેયર કરતા મીરાએ કેપ્શનમાં લખ્યુ હવે હંમેશા માટે ખુશીઓ, લડાઈ, આંસૂ અને જીવનભરની યાદો... દરેક જનમ તારી સાથે. મીરાની આ પોસ્ટ પર તેમને તમામ મિત્ર અને ફેંસ શુભેચ્છા આપી રહ્યા છે.