શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (11:39 IST)

મીરા ચોપડાના હાથમાં લાગી મહેંદી, રક્ષિત કેજરીવાલ સાથે આજે લેશે સાત ફેરા

meera chopra
meera chopra
મીરા ચોપડા 12 માર્ચના રોજ જયપુરમાં રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કરવા માટે એકદમ તૈયાર છે. મીરા ચોપડાએ પોતાના ભાવિ પતિ રક્ષિત કેજરીવાલના નામની મહેંદી લગાવી લીધી છે. પ્રી વેડિંગ ફંકશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 
પ્રિયંકા ચોપરાની કઝિન બહેન મીરા ચોપરા 12 માર્ચના રોજ જયપુરમાં રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કરવાની છે. મીરા ચોપડા - રક્ષિત કેજરીવાલના લગ્નમાં નિકટના મિત્ર અને પરિવારના સભ્ય સામેલ થશે. લગ્ન પહેલા મેહંદી અને સંગીતની તસ્વીરો અને વીડિયો પહેલા જ સામે આવી ચુક્યા છે. મીરા ચોપડા-રક્ષિત કેજરીવાલના પ્રી વેડિંગ ફંક્શનની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મીરા- રક્ષિતના લગ્ન પહેલા 11 માર્ચની સાંજે હલ્દી સેરેમની સાથે શરૂ થયો. આ દરમિયાન હવે દુલ્હન બનનારી મીરા ચોપડાની મહેંદીની તસ્વીરો સામે આવી ગઈ છે. 

 
મીરા ચોપડાની મહેંદીમાં જોવા મળી ઈશ્વરની ઝલક 
Meera Chopraની જે મહેંદીની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. લોકોનુ ધ્યાન તેના હલ્દી ફંક્શન કરતા વધુ તેના મહેંદીના ફોટા પર ખેંચાય રહ્યુ છે. અભિનેત્રીએ રક્ષિત કેજરીવાલના નામની પોતાના હાથમાં મહેંદી લગાવી લીધી છે. મીરા ચોપરાની મહેંદી પર શિવ અને પાર્વતી મંત્ર લખેલો દેખાય રહ્યો છે. મહેંદી સમારંભ પછી ગાયક રાજા હસન સાગરે પોતાના સંગીતથી સમા બાંધી દીધો. બીજી બાજુ વેડિંગ વેન્યુને ફુલો અને રોશનીથી ખૂબસૂરતીથી સજાવવામાં આવ્યુ છે. સંગીતના પણ કેટલાક વીડિયો ઓનલાઈન સામે આવ્યા છે. 
 
મીરા ચોપડાના પ્રી વેડિંગ ફંક્શનની તસ્વીરો 
કાર્ડ પર આપવામા આવેલી માહિતી મુજબ મહેંદી સમારંભ 11 માર્ચના રોજ થશે. સમારંભ પછી એ દિવસે મહેમાનો માટે એક સંગીત અને કોકટેલ પાર્ટી રાખવામાં આવશે. હલ્દી સમારંભ 12 માર્ચના રોજ થશે અને ત્યારબાદ સાંજે ફેરા થશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અન એ પરિણિતી ચોપરાએ પણ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. બીજી બાજુ હવે મીરા પણ રાજસ્થાનમાં લગ્ન કરવાની છે. 
 
મીરા ચોપડાએ આ ફિલ્મ સાથે કરી હતી શરૂઆત 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મીરા ચોપડા સંદીપ સિંહ નિર્દેશિત ફિલ્મ 'સફેદ' માં જોવા મળી હતી. મીરાએ વર્ષ 2016માં શરમન જોશી-સ્ટારર ફિલ્મ '1920 લંડન' દ્વારા પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રી મીરા ચોપડા 'સેક્શન 375', કમાઠીપુરા જેવી અનેક ફિલ્મોનો ભાગ રહી છે.