બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (09:33 IST)

WPL ની ઓપનીંગ સેરેમનીમાં કાર્તિક આર્યન બતાવશે પોતાનું ધમાકેદાર પરફોર્મેન્સ

kartik Aaryan will perform in WPL
kartik Aaryan will perform in WPL
બોલીવુંડ એક્ટર કાર્તિક આર્યન હાલ પોતાની આગામી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા વિશે એવા  સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તેમના ફેન્સ આનંદથી ઉછળી જશે.   સમાચાર છે કે અભિનેતા વુમન્સ પ્રીમિયર લીગમાં પરફોર્મ કરશે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2024)ની બીજી સિઝન 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ 17 માર્ચ સુધી ચાલશે અને બેંગલુરુ અને દિલ્હીમાં યોજાશે.
 
WPL માં પરફોર્મ કરશે કાર્તિક આર્યન 
આ વખતે વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2024)માં બોલીવુંડનો ટચ જોવા મળશે. ફેમસ એક્ટર કાર્તિક આર્યન ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતા જોવા મળશે. એક બાજુ જ્યાં વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની શરૂઆતમાં  કિયારા અડવાણી અને કૃતિ સેનને તેમના શાનદાર ડાન્સ પરફોર્મન્સથી ફેન્સનું મનોરંજન કર્યું હતું.  સાથે જ હવે આ સિઝનમાં કાર્તિક આર્યન તેના પ્રદર્શનથી ચાર ચાંદ લગાવતા જોવા મળશે. WPLએ પોતે જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે.

 
કાર્તિક આર્યનનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન છેલ્લે 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળ્યા હતા. તેમની પાસે 'ચંદુ ચેમ્પિયન' અને 'આશિકી 3'  લાઇનઅપમાં છે. કાર્તિક ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં ભારતીય સેનાના જવાનની ભૂમિકામાં જોવા મળશે.
 
આવી છે 'ચંદુ ચેમ્પિયન'ની સ્ટોરી 
'ચંદુ ચેમ્પિયન' એક ખેલાડી અને તેના દ્વારા ક્યારેય હાર ન માનવાના વલણની સ્ટોરી છે. આ ફિલ્મ મુરલીકાંત પેટકરથી પ્રેરિત છે. 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'ની સફળતા પછી સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને પેટકરની ભૂમિકા ભજવવા માટે કથિત રીતે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે, તેમના અકાળ અવસાન પછી નિર્માતાઓએ કાર્તિક આર્યનને ભૂમિકા માટે કાસ્ટ કરવાનું નક્કી કર્યું. અભિનેતાની આ ફિલ્મ 14 જૂને રિલીઝ માટે તૈયાર છે. આ ઉપરાંત કાર્તિક તેની આગામી ફિલ્મ 'તુ આશિકી હૈ' માટે પણ ઘણી ચર્ચામાં છે.