સંબંધિત સમાચાર
- 'અમે પાકિસ્તાનને વિશ્વસનીય માનતા નથી'... ઇઝરાયલ શંકા વ્યક્ત કરે છે, ત્યારે ઇરાને ટિપ્પણી કરી: "ભારતીય લોકો ઉત્તમ છે - બધા અચાનક ભારત વિશે કેમ વિચારી રહ્યા છે?"
- લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, રાષ્ટ્રીય શોકનુ એલાન, ઈરાન બોલ્યુ - સીઝફાયર અને યુદ્ધ એક સાથે નથી ચાલી શકતા
- હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ
- ટ્રમ્પે શાહબાઝ શરીફના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, બતાવ્યું - ઈરાન સાથેના સીઝફાયર એગ્રીમેંમાં લેબનોન કેમ નહિ ?
- અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શુ સમાપ્ત થઈ ચુક્યુ છે ? ઈરાને સ્પષ્ટ કર્યુ અમારા હાથ હજુ પણ ટ્રિગર પર છે ! 10 પોઈંટ્સમાં જાણો સીઝફાયર પાછળની હકીકત
ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં આશા વ્યક્ત કરી હતી કે આ શાંતિ સમજૂતી લાંબો સમય ટકી રહેશે. તેમણે મુસ્લિમ દેશોને આ સીઝફાયરની રક્ષા કરવા અને ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપવા માટે સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.
ભારત અને ઈઝરાયેલને ગણાવ્યા મુસ્લિમોના દુશ્મન
શાંતિની વાતો વચ્ચે ખ્વાજા આસિફે ભારત પ્રત્યે ફરી નફરત ફેલાવતું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઇસ્લામિક જગતે (ઉમ્માહ) પોતાના સાચા દુશ્મનોને ઓળખવાની જરૂર છે. આસિફના મતે દક્ષિણ એશિયામાં ભારત અને ખાડી ક્ષેત્રમાં ઈઝરાયેલ મુસ્લિમોના સૌથી મોટા દુશ્મન છે, જેમનાથી સતર્ક રહેવું અનિવાર્ય છે.
યુરોપ-અમેરિકા પર ઈઝરાયેલના પ્રભાવનો દાવો
પોતાના સંબોધન દરમિયાન આસિફે દાવો કર્યો હતો કે વિશ્વભરમાં ઈઝરાયેલનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે ઈઝરાયેલનું વર્ચસ્વ હવે માત્ર ખાડી દેશો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ યુરોપ અને અમેરિકા સુધી ફેલાઈ ગયું છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાને મુસ્લિમ દેશોનું નેતૃત્વ કરવાની તક ઝડપી લેવી જોઈએ.
શાંતિ સ્થાપવામાં પાકિસ્તાનની ભૂમિકાનો દાવો
પાકિસ્તાની મંત્રીએ ગ્લોબલ પ્લેટફોર્મ પર પાકિસ્તાનની છબી સુધરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ઈસ્લામ હંમેશા શાંતિ પર ભાર મૂકે છે અને પાકિસ્તાન ખાડી ક્ષેત્રમાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ઉપલબ્ધિઓને કારણે જ ઇસ્લામાબાદને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ખ્વાજા આસિફની 'ગીદડભભકી' અને જૂનો ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે ખ્વાજા આસિફ અવારનવાર ભારત વિરુદ્ધ આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપવા માટે જાણીતા છે. ગત વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ટૂંકા સંઘર્ષ બાદ તેઓ સતત ભારતને તબાહ કરવાની પોકળ ધમકીઓ આપતા રહ્યા છે, જેને રાજકીય વિશ્લેષકો માત્ર તેમનો 'બડબોલાપન' ગણાવી રહ્યા છે.
પાકિસ્તાની સંસદમાં ગૌરવની લાગણી
નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકે પણ અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં પાકિસ્તાનની મધ્યસ્થતાને મોટી સફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પાકિસ્તાની રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે અને ઇસ્લામાબાદના ગંભીર પ્રયાસોને કારણે જ બે મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ અટક્યું છે, જે પાકિસ્તાનની કુટનીતિક જીત છે.
સીઝફાયરની સુરક્ષા માટે મુસ્લિમ જગતને હાકલ
અંતમાં ખ્વાજા આસિફે ફરી ભારપૂર્વક જણાવ્યું કે મુસ્લિમ દેશોએ શાંતિ પ્રક્રિયામાં આવતા અવરોધો પ્રત્યે ચોકસાઈ રાખવી પડશે. તેમણે કહ્યું કે 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલી લડાઈ બાદ જે શાંતિ સ્થપાઈ છે તેને જાળવી રાખવા માટે મુસ્લિમ દેશોએ એકજૂથ થઈને ભારત અને ઈઝરાયેલ જેવા 'ખતરાઓ' સામે લડવું પડશે.
