Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સાંજની ભૂખ માટે ઝટપટ બનાવો કોર્ન ચિલી ચીઝ ટોસ્ટ, સ્વાદ એવો કે વારંવાર ખાવાનું મન થાય

Updated: બુધવાર, 30 સપ્ટેમ્બર 2026 (15:52 IST)
સાંજની નાની ભૂખ માટે કંઈક સ્વાદિષ્ટ અને ઝડપથી બનતું હોય તો કોર્ન ચિલી ચીઝ ટોસ્ટ એકદમ પરફેક્ટ છે. મકાઈ, ચીઝ અને શિમલા મરચાંના કોમ્બિનેશનથી બનતો આ ટોસ્ટ બાળકો તેમજ મોટા સૌને પસંદ આવશે. તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
ALSO READ: શ્રાદ્ધ મહાપ્રસાદ માટે કાંદા-લસણ વગરની સાત્વિક ‘કટાચી આમટી’ બનાવવાની સરળ રીત

કોર્ન ચિલી ચીઝ ટોસ્ટ માટે સામગ્રી

બ્રેડ સ્લાઇસ – 3થી 4
ચીઝ – ½ કપ
શિમલા મરચું – ½ કપ, બારીક સમારેલું
ડુંગળી – ½ કપ, બારીક સમારેલી
બાફેલા સ્વીટ કોર્ન – ½ કપ
મિક્સ હર્બ્સ – 1 નાની ચમચી
ઓરેગાનો – ½ નાની ચમચી
ચિલી ફ્લેક્સ – 1 નાની ચમચી
કાળા મરી પાઉડર – ½ નાની ચમચી
ચાટ મસાલો – ½ નાની ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
બટર – 2 મોટી ચમચી
ALSO READ: શ્રાદ્ધ માટે બનાવો ડુંગળી-લસણ વગરના સ્વાદિષ્ટ બટાકા-વટાણાનું શાક, જાણો સરળ રેસીપી

કોર્ન ચિલી ચીઝ ટોસ્ટ બનાવવાની રીત

- સૌપ્રથમ સ્વીટ કોર્નને પાણીમાં નાખીને સારી રીતે બાફી લો. કોર્ન બફાઈ જાય પછી તેને ઠંડા થવા દો.
 
- હવે એક મોટા બાઉલમાં ½ કપ બાફેલા સ્વીટ કોર્ન, ½ કપ ચીઝ, ½ કપ બારીક સમારેલું શિમલા મરચું અને ½ કપ બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
 
ત્યારબાદ તેમાં 1 નાની ચમચી મિક્સ હર્બ્સ, ½ નાની ચમચી ઓરેગાનો, 1 નાની ચમચી ચિલી ફ્લેક્સ, ½ નાની ચમચી કાળા મરી પાઉડર, ½ નાની ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
-બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
- બ્રેડની દરેક સ્લાઇસ પર થોડું બટર લગાવો. ત્યારબાદ તૈયાર કરેલું કોર્ન-ચીઝનું મિશ્રણ બ્રેડ પર સરખી રીતે પાથરી દો.
 
-તવો ગરમ કરી તેના પર થોડું બટર લગાવો. હવે બ્રેડને ચીઝવાળી બાજુ ઉપર રાખીને ધીમી આંચ પર શેકો. તવો ઢાંકી થોડા સમય માટે ટોસ્ટ થવા દો, જેથી ચીઝ સારી રીતે ઓગળી જાય.

વધુ જુઓ..

ગુજરાતમાં આજે ‘NO UPI DAY’: MDR ચાર્જના વિરોધમાં વેપારીઓ QR કોડ કાળા કપડાથી ઢાંકશે

ભારતીય પાયલટ સ્મિત મછારને મળશે વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યુ એલાન

વિદ્યાર્થીનીઓ રસ્તા પર કેમ ઉતરી? વાયરલ સૂત્રો ગુસ્સો, સ્વતંત્રતા અને સુરક્ષા દર્શાવે છે

ગાંધી જયંતિ 2026 - ગાંધીજીના જીવનની જોડાયેલા 15 ઓછા ચર્ચિત તથ્ય, જે કદાચ તમે સ્કુલમાં પણ નહી ભણ્યા હોય

25 વર્ષમાં ચોથું સૌથી નબળું ચોમાસુ: દેશમાં 12 ટકા ઓછો વરસાદ, કેટલું નુકસાન થશે?

વધુ જુઓ..

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

આગળનો લેખ
Show comments