ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2016 (10:17 IST)

રાશિ મુજબ રમો હોળીના રંગ, મળશે શુભ ફળ

ફાગણ મહિનાના અંતમાં ગૌર પૂર્ણિમાનો દિવસ હોળિકા દહનના રૂપમાં ઉજવવામાં આવે છે. બીજા દિવસે રંગોનો તહેવાર હોળી(ધુળેટી) મનાવવામાં આવે છે. હોળીનો તહેવાર જ્યોતિષની દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે. વિશિષ્ટ વિદ્વાનોનુ કહેવુ છે કે જો તમારી રાશિના મુજબ હોળીના રંગ રમવામાં આવે તો જીવનમાં સુખ, આનંદ, ખુશી, શ્રી અને સૌભાગ્યનો પ્રવેશ થાય છે.  તમારી રાશિ મુજબ રમો હોળીના રંગ.. 
 
મેષ અને વૃશ્ચિક રાશિ -  મેષ અને વૃશ્ચિક રાશિ પર મંગળદેવનુ પ્રભુત્વ સ્થાપિત છે. મંગળદેવ લાલ રંગનુ પ્રતિનિધિત્વ કરે છે. મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુઓનુ દાન કરવાથી મંગળ દેવ શુભ પ્રભાવ આપે છે. હોળીના દિવસે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને લાલ રંગ મતલબ ગુલાલથી હોળી રમવાથી સત્કારની સાથે સાથે પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થશે. આ ઉપરાંત ગુસ્સા પર કંટ્રોલ રહેશે. જમીન સંબંધિત મામલામાં લાભ પ્રાપ્ત થશે. કર્જનો અંત આવશે. કુંવારા યુવક-યુવતીઓના લગ્નમાં આવી રહેલ અવરોધ સમાપ્ત થશે. 
 
વૃષભ અને તુલા રાશિ - વૃષભ અને તુલા રાશિ પર શુક્ર દેવનુ પ્રભુત્વ સ્થાપિત છે. નવગ્રહોમાં શુક્રદેવને તડક-ભડક વાળો ઉજ્જવળ ગ્રહ માનવામાં આવે છે.  શુક્ર દેવ સફેદ રંગનું પ્રતિનિધિત્વ કરે છે. હોળીના દિવસે વૃષભ અને તુલા રાશિના જાતકો સફેદ રંગના કપડા પહેરીને પીળા અને આસમાની રંગથી હોળી રમવી જોઈએ. આવુ કરવાથી ઠાટ-બાટ વધે છે. વિલાસ સાધનોમાં વધારો થશે. 

મિથુન અને કન્યા રાશિ - મિથુન અને કન્યા રાશિ પર બુધ દેવનુ પ્રભુત્વ સ્થાપિત છે. મનુષ્ય જ્ઞાન બુદ્ધિ અને બોલી પર બુધનુ વર્ચસ્વ સ્થાપિત છે. બુધ દેવ લીલા રંગનુ પ્રતિનિધિત્વ કરે છે. હોળીના દિવસે સવારે સૌથી પ્રથમ ગાયને લીલી ઘાસ ખવડાવો પછી લીલા રંગથી હોળી રમવી શરૂ કરો. વેપારમાં દિવસે બમણી તો રાત્રે ચારગણો ગ્રોથ થશે. 
 
કર્ક રાશિ - કર્ક રાશિ પર ચંદ્રમાનું પ્રભુત્વ સ્થાપિત છે. ચંદ્રમા ધન અને મનનો કારક ગ્રહ છે. આ સફેદ રંગનુ પ્રતિનિધિત્વ કરે છે. હોળીના દિવસે સવારે સૌ પ્રથમ સફેદ આંકડાના ફુલ ભોલે શંકરને અર્પિત કરો. પછી પીળા અથવા કેસરિયા રંગથી હોળી રમવી શરૂ કરો. તેનાથી અસીમ શાંતિ, ધન અને સુખની પ્રાપ્તિ થશે. 
 
સિંહ રાશિ - સિંહ રાશિ પર સૂર્યનુ પ્રભુત્વ સ્થાપિત છે. સમસ્ત ગ્રહ સૂર્યની આસપાસ જ ફરે છે. લાલ, પીળો અને મરૂણ તેમજ નારંગી સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. હોળીના દિવસે સૌ પ્રથમ એક લોટો પાણી લઈને તેમા ગુલાબના ફૂલ નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો પછી લાલ રંગથી હોળી રમો.  તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. બુદ્ધિ કુશાગ્ર થશે.  સફળતાના શિખર પર પહોંચશે. 
 
ધનુ અને મીન રાશિ - ધનુ અને મીન રાશિ પર ગુરૂનુ પ્રભુત્વ સ્થાપિત છે.   ગુરૂ ધન, પુત્ર અને વિદ્યાના પ્રદાતા ગ્રહ છે. ધન અને મીન રાશિના જાતકોએ હોળીના દિવસે સ્વારે સૌ પ્રથમ ભોલેનાથને પીળા હળદરની ગાંઠ અર્પિત કરવી. ભિક્ષુકને ભોજન કરાવો ત્યારબાદ પીળા રંગથી હોળી રમો. આવુ કરવાથી ધન અને સમૃદ્ધિ તમારા દ્વારે આવશે. 
 
મકર અને કુંભ રાશિ - મકર અને કુંભ રાશિ પર શનિદેવનુ પ્રભુત્વ સ્થાપિત છે.  વાદળી રંગ શનિને પ્રિય છે. શનિ ધર્મ-કર્મ કરનારા જાતકો પર સદા પોતાનો આશીર્વાદ વરસાવે છે.  હોળી રમવા માટે ભૂરો, સફેદ અને કાળો તેમજ વાદળી રંગનો પ્રયોગ કરો.