ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2016 (18:12 IST)

પરિવારની સુખ શાંતિ માટે હોળીના દિવસે આ પ્રયોગ અજમાવી જુઓ

ધુળેટીના દિવસે સૌથી પહેલાં ઈષ્ટ દેવતાને ગુલાલ લગાવો તેનાથી દેવી-દેવતાની કૃપા હંમેશા આપણી પર રહે છે અને વાસ્તુદોષ ઓછો થશે.

તમારા પરિવારની અંદર જો કોઈએ વ્યક્તિ ગંભીર બિમારીથી ગ્રસ્ત હોય તો હોળીની રાત્રે સાત અભિમંત્રિત ગોમતી ચક્ર લઈને પોતાની જમણા હાથની મુઠ્ઠીમાં રાખો અને સળગતી હોળીની પરિક્રમા કરો. પરિક્રમા 21 વખત કરો અને સાથે સાથે રોગીના રોગ નષ્ટ થવાની પ્રાર્થના દીન-હીન થઈને મનોમન કરો. ત્યાર બાદ એક જોડી લવિંગ, પાનના બે પત્તા, ગુગળ, હવન સામગ્રી અને થોડીક ખાંડ હોળીને સમર્પિત કરો. હવે તમારી મુઠ્ઠીમાં સાત ગોમતી ચક્ર છે તેને ઘરે લઈ આવો. આ સાતમાંથી ચારને રોગીના પલંગની ચારે પાયા પર ચાંદીના તારથી બાંધી દો. હવે જે ત્રણ ચક્ર બચ્યાં તેને રોગીના માથાથી ઉતારતાં પગ સુધી લાવો અને મૌન રહેતાં ઘરની બહાર નીકળી જાવ અને આ ચક્રોને એવી જગ્યાએ ફેંકો જ્યાં કોઈ આવતું જતું ન હોય. ત્યાર બાદ ઘરે આવીને હાથ-મોઢુ ધોઈ લો અને બે મિનિટ બાદ વાતચીત શરૂ કરો. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન એકદમ મૌન જ રહો. ગોમતી ચક્ર બિલકુલ સરળતાથી પૂજા-પાઠની દુકાનો પર મળી જશે. તમને આભાસ થતો હોય કે તમારા પરિવારના કોઈ સદસ્યને બહારની અડચણ છે તો હોળીના દિવસે એક જોડો લવિંગ, પીપળાનું મૂળ, થોડાક કાળા તલ અને થોડીક પીળી રાઈને બિમાર વ્યક્તિની ઉપરથી 21 વખત ઉતારીને હોળીની અગ્નિમાં નાંખી દો. આવીને હાથ-મોઢુ અવશ્ય ધુઓ. આવું કરવાથી બહારની હવાનો પ્રકોપ શાંત થઈને રોગીને ધીરે ધીરે નિરોગી બનાવી દેશે.

- વેપાર વૃદ્ધિ માટે બે ગોમતી ચક્ર લાલ કપડાંમાં બાંધીને તેને દુકાનના મુખ્ય દ્વારના ઓતરંગમાં બાંધી દો, એવું કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે.

- ત્રણ ગોમતી ચક્રોનો ભૂકો કરી તેમને ઘરની બહાર ફેલાવી દેવાથી ભાગ્ય હકારાત્મક થાય છે.

-. પુત્રપ્રાપ્તિ માટે પાંચ ગોમતી ચક્ર લઈને કોઈ નદી અથવા તળાવમાં ‘હિલિ હિલિ મિલિ મિલિ ચિલિ ચિલિ હુક’ પાંચ વાર બોલીને વિસર્જન કરો. આ પ્રયોગથી પુત્રપ્રાપ્તિની શક્યતાઓ વધી જાય છે.